Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

૫૫ હજાર વીજ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાતા ઉર્જામંત્રી સહિત તમામનો આભાર વ્યકત કરતી સંકલન સમિતી

આજે '' અકિલા' કાર્યાલય ખાતે ગુજરાત ઉર્જા સંકલન સમિતીના હોદેદારોએ શહેરના તમામ મીડીયા, અખબારો ઉપરાંત ઉર્જામત્રી અને અન્ય તમામનો આભાર વ્યકત કર્યો હતો.(તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ  : ગુજરાતના ઉર્જાખાતાની સાતેય કંપનીઓમાં૫૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનીધીત્ય કરતા અને માન્યતા ધરાવતા યુનિયનઈએસોસીએશન ની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતી દ્વારા સામુહીક હિતો અને હક્કો વિવિધ માંગણીઓ અન્વયે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. વડોદરા ને નોટીસ આપી સાચા પ્રશ્નો અને ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવાનું નક્કી કરેલ અને તારીખ ૦૧-૧૧-૨૦૧૯ થી ૧૪.૧૧.૨૦૧૯ સુધીમાં વિવિધ કાર્યક્રમો કરવામા૦ આવેલ, જેમાં સુત્રોચાર, કાળીપટ્ટી અને આવેદન અને માસ સી.એલ. ના કાર્યક્રમો આપેલ હતા. આ પછી ઉર્જા મંત્રી સાથેની મીટીંગમાં તમામ પ્રશ્નોનો હલ થતા આંદોલન કાર્યક્રમ સમેટાઇ ગયો છે. આજે ''અકિલા'' ખાતે આવેલા અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એસોસિએશનના તમામ અગ્રણીઓએ જણાવેલ કે, અમારી સાચી રજુઆત અને અમારા બન્ને પ્રમુખશ્રીઓ ભરતભાઇ પંડયા અને ગોરધનભાઇ ઝડફિયા ની મધ્યસ્થતામાં ઉર્જામંત્રી શ્રી સોૈરભભાઇ પટેૃલ સાથે અમારી માંગણીઓની ચર્ચા કરી જેને મેનેજમેન્ટ/સરકારશ્રી દ્વારા ખુબ હકારાત્મક પ્રતિસાદ મળેલ અને અમારી સાચી માંગણીઓ સ્વીકારી વહેલાસર કર્મચારીઓને એલાઉન્સનું એરીયર્સની રકમ સહીતના લાભો આપવા સહમત થયેલ છે. હોદેદારોએ તમામ વીજ કર્મચારીઓ અને અધિકારીઓ વતી આભાર વ્યકત કર્યો હતો. ''અકિલા'' કાર્યાલય ખાતે બળદેવભાઇ પટેલ, બી.એન.શાહ, ગીરીશભાઇ જોષી, આર.બી. કાલરીયા, મહેશભાઇ દેશાણી વીગેરે જોડાયા હતા.

(3:59 pm IST)