Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

નકસલી વિસ્તારમાંથી આરોપીને પકડી લાવનાર તાલુકા પોલીસની ટીમનું ક્ષત્રિય સમાજે કર્યુ સન્માન

રાજકોટઃ તાલુકા પોલીસ મથકની ટીમે પી.આઇ. વી.એસ. વણઝારાની સુચના અન્વયે ચોક્કસ માહિતી પરથી અપહરણ, બળાત્કાર, પોકસોના આરોપીને શોધવા ઓરિસ્સાના નકસલી એરિયાના જંગલ વિસ્તારમાં પહોંચી દસેક દિવસની મહેનતને અંતે વેશપલ્ટો કરી આરોપી ગુલશન ઉર્ફ ગલીયાતને પકડી લીધો હતો. આ ટીમના એએસઆઇ આર.બી. જાડેજા, હર્ષદસિંહ ચુડાસમા, અજીતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કિરણ બાલાસરા, મહેશ સેગલીયા સહિતનું ક્ષત્રિય સમાજે સન્માન કર્યુ હતું.

(3:53 pm IST)
  • અનિલ અંબાણી એ રિલાયન્સ કોમ્યુનિકેશન માંથી રાજીનામું આપ્યું.. access_time 5:51 pm IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST

  • આ દેશ સદૈવ તમારા બલીદાન માટે ઋણી રહેશેઃ અમિતભાઇ: સીઆરપીએફ ઇન્ડિયાના હેડકવાટરમાં ''સરદાર પોસ્ટ'' ઉપર દેશની રક્ષા માટે પોતાના જીવન ન્યોછાવર કરનાર આપણા અમર બલીદાનીઓને ગૃહમંત્રી અમિતભાઇ શાહે શ્રધ્ધાંજલી અર્પતા કહેલ કે આ દેશ સદા તેમના બલિદાનો માટે ઋણી રહેશે access_time 2:26 pm IST