Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

હેલ્મેટનો હાઉ... રસ્તે જતા કોઇપણનું બ્લડ પ્રેસર ચેક કરો તો ૯૦ નું હાઇ બતાવશે

૧૦૦ માંથી ૯૯ લોકોનો વિરોધ : શાંત પ્રજાને છંછેડવાનું રહેવા દયો

રાજકોટ : આજે ચારે તરફ હેલ્મેટ હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા પર જાતા માણસોનું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો ૯૦ નું હાઇ જ આવે... હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી પહેર્યું એનું પણ... કેમ કે પહેર્યું છે એને મુંજવણ થાય છે એટલે અને નથી પહેર્યું એને મેમાંનો ડર છે એટલે... ૧૦૦ માણસને રોકીને પુછવામાં આવે તો ૯૯ એમ કહેશે કે આ કાયદો અન્યાયી, અમાનવીય છે અને ગુજરાત સરકારની અને પોલીસની નીતિ મહદ અંશે લોકોની સુરક્ષાની નહીં પણ લોકોના ખિસ્સા ખાલી કરવાની છે એ સ્પષ્ટ જણાઈ આવે છે! પણ અચરજ એ થાય છે કે રોજના હજારો લોકો દંડાય છે તો પણ એક સમૂહ થઈને વિરોધ વંટોળ કેમ નથી થાતો ???

એકલ દોકલ સંગઠન કે વ્યકિત વિરોધ કરે છે પણ એનું બિચારાનું શું આવે? બાકીના બધા નમાલા થઈ ગયા છે કે પછી ડરી ગયા છે કે પછી પોતાના બાળકોના પેટે પાટા બાંધીને આ ખાઉધરા શાશકોના ઘર ભરવામાં પુણ્ય સમજે છે? એક સિમ્પલ વાત છે કે મ્યુનિસિપલ એરીયામાં દરેક જગ્યાએ ૧૦૦ મીટરના અંતરે બંમ્ફ મુકેલા છે જે બધા જ ટૂ વ્હિલરની સ્પીડને કંટ્રોલમાં રાખે છે તો સરકારી કે આર.ટી.ઓ. એજન્સી કે કાયદાનું પાલન કરાવનાર દરેકે એટલું તો મગજ દોડાવીને શહેરમાં હેલ્મેટની જીદ ના રખાય.રહી વાત હેલ્મેટને માથા ઉપરથી ઉતારીને તોડી નાખતા ટ્રાફિક પોલીસવાળાની તો શું તે હેલ્મેટ બનાવતી કંપનીઓના દલાલ છે? જે આવું ગુંડાઓ, લુખ્ખાઓ જેવું વર્તન કરે છે. આની ઉપર સીધો કોટૅમા કેસ ઠોકી દેવાય અને સસ્પેન્ડ કરાવી દેવામાં આવે એ જરૂરી છે. નહીં તો જ્યારે પબ્લિક જાગશે તો ભલભલા ભૂપ પણ ભાગશે. પ્રજાને પરેશાન કરવા માટે જ આ નિયમ લાગુ થયા હોય એવુ લાગે છે. સરકારના ધારા ધોરણ મુજબની હેલમેટ ન હોય તો આમ લોકોને પરેસાન કરવાને બદલે કંપનીમા જ તેનુ ઉત્પાદન બંધ કેમ નથી કરાવતા ? અને ઉપરથી પોલીસ તો એવુ બીહેવીયર કરે છે કે જાણે પોતાની અંગત દુશ્મની ન હોય!!

પ્રજા ઉપર આવા નીયમ થોપવાને બદલે આર.ટી.ઓ.ના નિયમ સરળ કરો ને તેમના ચાર્જમા રાહત આપો. વીમો સસ્તો કરો. લાઇસન્સ સરળતાથી અને ત્વરીત મળી જાઇ એની વ્યવસ્થા કરો. ફોરેનની અન્ય કંટ્રીમા જેવી રીતે કાયદા કડક હોય છે એવી રીતે ત્યાની વ્યવસ્થા અને સગવડ સવલતો પણ સારી હોય છે અને સરળ હોય છે. ફોરનની ઓફીસોમા પ્રજાના કામ કેટલા જડપથી અને આસાનીથી થાય છે. ત્યાના રોડ રસ્તા ટ્રાફીક નિયમનની વ્યવસ્થા અને પાર્કીગ જેવી સગવડોનંુ પુરતુ આયોજન હોય છે. આવી સગવડો અહી નથી અને ઉપરથી દંડના ડામ દેવાના.

અહી સારી હેલમેટ કેટલી મોંધી છે અને એ હેલમેટ ઉપર સરકારનો ટેક્ષ પણ વધુ હશે. આપણા જીવનની એટલી જ ચિંતા હોય તો પછી સરકારે હેલમેટને ટેક્ષ મુકતિ આપવી જોયએ. ને હેલમેટ સસ્તી કરવી જોયએ. અહી વીમો આશરે ૧૦૦૦ નો થાય છે. એ પણ દર વરસે. અને એ પણ નો રીફંડ. વીમો વરસનો હોય અને સીંગલ પ્રીમયમ હોય એ પણ નોન રીફંડ હોય તો ૨૦૦ કે ૩૦૦ હોવો જોયએ. લાઇસંન્સની પ્રોસીજર સાવ સરળ સસ્તી અને ઝડપી હોવી જોયએ. આવી અનેક સસ્તી અને ઝડપી અને ભ્રષ્ટાચાર મુકત સવલતો આપે પછી કોઇ વ્યકતિ પાસે લાઇસંન્સ કે વીમો ન હોય તો આકરા દંડ વસુલે તો એ ન્યાયીક હોઇ શકે!  બાકી અત્યારે જે થઇ રહ્યુ છે તે તો પ્રજા ને પરેસાન કરીને લુંટવા નીકળ્યા હોય એવુ લાગે છે!!! (સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(10:51 am IST)
  • ભારતીય જનતા પક્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા 13 ધારાસભ્યોને ટિકિટ આપી છે access_time 10:45 pm IST

  • ર૧ શહેરોનું રેન્કીંગ જાહેરઃ મુંબઇનું પાણી સૌથી શુધ્ધઃ દિલ્હીનું સૌથી ખરાબઃ સ્વચ્છ પાણીમાં અમદાવાદ બીજા ક્રમેઃ ત્રીજા ક્રમે ભુવનેશ્વરઃ પાણીની ગુણવતાની તપાસ ૧૦ માપદંડ પર થઇ હતી. access_time 3:22 pm IST

  • આ દેશ સદૈવ તમારા બલીદાન માટે ઋણી રહેશેઃ અમિતભાઇ: સીઆરપીએફ ઇન્ડિયાના હેડકવાટરમાં ''સરદાર પોસ્ટ'' ઉપર દેશની રક્ષા માટે પોતાના જીવન ન્યોછાવર કરનાર આપણા અમર બલીદાનીઓને ગૃહમંત્રી અમિતભાઇ શાહે શ્રધ્ધાંજલી અર્પતા કહેલ કે આ દેશ સદા તેમના બલિદાનો માટે ઋણી રહેશે access_time 2:26 pm IST