Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

રાફેલ મુદ્દે પ્રજાને ગુમરાહ કરનાર જુઠ્ઠી કોંગ્રેસ, જુઠ્ઠા નેતા, માફી માંગે : નીતિન ભારદ્વાજ

સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી કોંગ્રેસે મનઘડત આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થાય છે ત્યારે પ્રાયશ્ચિત કરે કોંગી નેતાઓ : કમલેશ મીરાણી

રાફેલ અંગે કોંગ્રેસ- રાહુલ ગાંધી સામે ભાજપના વિરોધાત્મક ધરણાઃ રાજકોટઃ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને કલીન ચીટ આપ્યા બાદ આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધાત્મક ધરણાનું આયોજન કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ. ધરણાના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્યો અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વનીભાઈ મોલીયા, રાજુભાઈ ધ્રુવ, વિરેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઠાકુર, અજયભાઈ પરમાર, માવજીભાઈ ડોડીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકારો રાહુલ- કોંગ્રેસ રાફેલ મુદ્દે માફી માંગે, કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ વગેરે બેનરો સાથે જોડાયા હતા.(તસવીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : ગઇતા. ૧૪ નવેમ્બર, ર૦૧૯ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રાફેલ વિમાન પર પુનઃ વિચાર કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી અને  સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માંગને બીન જરૂરી ગણાવી અને આ વિષય અંગે ન્યાયાલય દ્વારા પહેલા પણ કોંગ્રેસ પક્ષને ફિટકાર લગાવવામાં આવેલી છે ત્યારે રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા દેશની જનતાને વુઠ્ઠાણા ફેલાવી ગેરમાર્ગે દોરવા બદલ સાર્વજનિક માફી માંગે તે અંગે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કાર્યકારી મેયર અશ્વીન મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ ધ્રુવ, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં શહેરના કિસાનપરા ચોક ખાતે વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે રાફેલ અંગે દેશની સર્વોચ્ચ અદાલતે પુનઃ વિચાર કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દીધી છે. ત્યારે દેશની રક્ષા સાથે જોડાયેલ આ ગંભીર વિષય પર કોંગ્રેસ પક્ષ અને તેના તત્કાલીક અધ્યક્ષ દ્વારા સંસદમાં અને જાહેર મંચ ઉપરથી લોકસભા ચૂંટણી પૂર્વે અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવેલ અને લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠાણા ફેલાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો હિન પ્રયાસ કરેલ. સત્તા વગર રઘવાયી થયેલ કોંગ્રેસના દવા પોકળ સાબીત થયા છે અને તેનું જુઠાણું દેશની જનતા સમક્ષ ખુલ્લુ પડી ગયુ છે ત્યારે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી અને પુરવાર થયેલ છે કે આ સોદા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબીત થયેલ છે તેથી કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનીક રીતે જાહેરમાં દેશ અને દેશની જનતાની માફી માંગવી જોઇએ.

આ તકે નિતીન ભારદ્વાજએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 'રાફેલ વિમાન' પર પુનઃ વિચાર કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી છે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી કોંગ્રેસ દ્વારા જુઠા અને મનઘડત આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબીત થાય છે ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠુ બોલીને દેશની જનતાને ગેરમાર્ગે દોરેલ છે તેમજ સંસદમાં સત્ર દરમ્યાન બીનજરૂરી વિક્ષેપ ઉભો  કરીને સંસદનો સમય વેડફવામાં આવ્યો કે, જે સમયનો સદ્દઉપયોગ જન-કલ્યાણ અંગેની યોજનાઓની ચર્ચા-વિચારણા પાછળ થવાનો હતો તેમજ રાફેલ સોદો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો હોય કોંગ્રેસ દ્વારા ખોટા આક્ષેપો ફેલાવી માત્ર રાજકારણ માટે જ આને મુદ્દો બનાવી ખોટો પ્રચાર કર્યો હતો. અને હવે જયારે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઇ ગયુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની માંગે છે કે રાફેલ મુદ્દે કોંગ્રેસે દેશની જનતાને ગુમરાહ કરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી માંગવી જોઇએ ત્યારે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી કોંગ્રેસ દ્વારા જુઠા અને મનધડત આક્ષેપો કરવામાં આવ્યા છે. તે સાબિત થાય છે. ત્યારે દેશની જનતાની માંગ છે. કે 'જુઠ્ઠી કોંગ્રેસ, જુઠ્ઠા નેતા, માફી માંગે કોંગ્રેસ નેતા' આ વિરોધાત્મક ધરણા કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ ઠાકુર, મોહનભાઇ વાડોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કેતન પટેલ, મનીષ ભટ્ટ, કંચનબેન સિદ્ધપુરા, સંગીતાબેન છાયા, રાબીયાબેન સરવૈયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, દિવ્યારાજસિંહ ગોહીલ, અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, નીલેશ જલુ, હારૂનભાઇ શાહમદાર, નયનાબેન પેઢડીયા, ડી.બી.ખીમસુરીયા, પ્રવીણ કિયાડા, શહેર ભાજપના વોર્ડ પ્રભારીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો તેમજ ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાંં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)