Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સંયમ જેના આભૂષણ હોય એને સોના કે રૂપાના આભૂષણની જરૂર પડતી નથીઃ પૂ.નમ્રમુનિ મ.સા.

કોલકત્તામાં દિક્ષા મહોત્સવમાં બીજા દિવસે સાંજી- તુલા વિધી- નાટિકા યોજાઈ

રાજકોટ,તા.૧૬:ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં ત્રણ-ત્રણ મુમુક્ષુ આત્માઓને અભિનંદન અને આશીર્વાદ આપવા આવેલા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સંયમ ઉત્સવનો દ્વિતીય દિવસ કલકત્તા ઉજવાયો.

લુક એન લનેના દીદીઓએ 'તેમને  જોઈ- જોઈ ચુકી જાય મસ્તક અમારૂ'એ ભાવથી સંયમ અનુમોદના કરી હતી

આદ્ય ગુરૂવર્યોને ભાવ વંદના અર્પણ કર્યા બાદ પરમ ગુરુદેવશ્રીએ એક વર્ષ સુધી પોકેટ વગરના કપડાં પહેરવાની પ્રેરણા આપતા ફરમાવ્યું કે, જેનુ મનગમતૂ સંપૂર્ણ છૂટી જાય એજ ત્યાગ અને સંયમના માર્ગ પર આગળ વધી શકે છે. સંસારી હંમેશા ટેમ્પરરી રીઝલ્ટને જોવે છે પણ સંયમી પરમેનેન્ટ રીઝલ્ટ ને જોવે છે માટેજ પરમાત્માનો માર્ગ લઈ લે છે. જે  ટેમ્પરરી રીઝલ્ટ ને જોવે છે એ સુખથી સુખી અને દુઃખથી દુઃખી થઇ જાય છે. પણ જે પરમેનેન્ટ રીઝલ્ટને જોવે છે એ જ સુખી થઈ શકે છે.

આ અવસરે, અંશમાત્ર પણ તીર્થંકર ભગવંતોના દર્શાવેલા માર્ગની અસાતના ન થઈ જાય એવી પ્રેરણા આપતા દ્રશ્યો રાજકોટના ભાવિકો દ્વારા ''તમે શ્રેષ્ઠ છો'' કાર્યક્રમ રૂપે દર્શાવવામાં આવ્યા હતા. મુમુક્ષુ ક્રિષ્નાબેનના પિતા  વિશાલભાઇ હેમાણી અને મુમુક્ષુ હિરલબેનના માતા  શર્મીલાબેન જસાણી દ્વારા પોતાના સંતાનને સંયમ માર્ગમાં સ્વીકારવા પરમ ગુરૂદેવશ્રીનો ઉપકાર ભાવ વ્યકત કર્યા હતા.

મુમુક્ષુ આત્માઓની તુલા વિધિ રજત, સાકર અને પુસ્તકો તોલીને કોલકાતામાં વસતાં અનેક ગરીબ પરિવારોને તે અર્પણ કરીને સર્વત્ર સંયમ મહોત્સવની મીઠાશ પ્રસરાવવામાં આવી હતી. સાંજ લોક-સાહિત્યકાર યોગેશભાઈ ગઢવીએ અનોખી શૈલીમાં સંયમ સંવેદના ભાવોની લુક એન લર્નના ૪૦ થી પણ વધારે બાળકો દ્વારા બાલ સાધક દીક્ષા નાટિકાના  પ્રેરણાત્મક દ્રશ્યો ભજવવામાં આવ્યાં હતાં.

સંયમ ભાવોમાં અભિવૃદ્ઘિ કરવા સંયમ ઉત્સવના ચતુર્થ દિવસે તારીખ તા.૧૭ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મુમુક્ષુ આત્માઓનો વિદાય ઉત્સવ ઉજવાશે  દીક્ષાર્થીઓ દ્વારા સંઘ પ્રદક્ષીણા કર્યાબાદ સંબંધોની અનિત્યતાં દર્શાવતી સંબંધોની રિયાલિટી નાટિકા યોજાશે.

તા.૧૮ને સોમવારે, સવારે સંયમ સાધના ધામ, નોર્ધેન પાર્કમાં ભવતારક સંયમ જીવન સ્વીકારવા થનગની રહેલા ત્રણ મુમુક્ષુઓની મહાભિનિષ્ક્રમણ યાત્રા બાદ પરમ ગુરૂદેવશ્રી દ્વારા ૩ મુમુક્ષુઓને દીક્ષાના દાન આપવામાં આવશે.

(4:06 pm IST)