Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બે સંતના સ્મરણનો સુવર્ણ દિવસ

 

સંત શબ્દને કોઇ પરિવેશ, તિલક, માળા, વધેલા વાળ, કપડાંના રંગ જેવા પીંજરામાંથી બહાર કાઢીએ તો કેટલાય લોકો એવા જોવા મળે જેને આપણે સંતનો દરજ્જો આપી શકીએ. યાદી લાંબી થાય. આપણા દેશમાં ગાધીજી પણ સંત ગણાય તો અમેરિકામાં હેન્રી ડેવિડ થોરોને પણ સંતની વ્યાખ્યામાં મુકી શકાય. ૧૫મી નવેમ્બર એવો દિવસ હતો જયારે આપણને એવા બે સંતનું સ્મરણ થાય. પંદરમીએ વિનોબા ભાવેની મૃત્યુતિથી હતી. અને બાળકો માટે એક અલગ વિશ્વ ખડું કરનાર ગિજુભાઇ બધેકાનો જન્મદિવસ હતો. વિનોબાના જન્મનું તો ૧૨૫મું વર્ષ ચાલી રહ્યું છે પણ કોને જાણ હોય ને કોણ ઉજવે, જો કે એ બધા લોકો જીવન એવું જીવી ગયા કે એની ઉજવણી એટલે એ વિચારનું આચરણ.

ગિજુભાઇ બધેકા-એમના વિષે પુસ્તકો લખી શકાય. લખાયાં પણ છે. અને છતાં એમનું યોગદાન મુલવી ન શકાય. ભાવનગર પાસેના સાવ નાના વળા ગામે ૧૮૮૫દ્ગક ૧૫જ્રાક નવેમ્બરે એમનો જન્મ. પિતા વકીલ હતા.. નામ ગિરિજાશંકર બધેકા. પણ ગિરજો નામે મિત્રોમાં,પરિવારમાં જાણીતા. બાળપણથી વાંચન ખુબ ગમે. હોંશિયાર પણ ખરા. મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ભાવનગર શામળદાસ કોલેજમાં ભણ્યા.થોડો સમય આફ્રિકા પણ રહ્યા. પણ ફાવ્યું નહીં. વતન આવ્યા. કમાણીનું શું કરવું એ પ્રશ્ર્ન તો હતો જ. આખરે વકીલ થવાનું વડીલોની સલાહથી નક્કી કર્યું. વકીલ થયા, વકીલાત જામવા પણ લાગી. જો કે કાવાદાવાનો સ્વભાવ નહીં એટલે અંદરથી કચવાટ થતો.

દરમિયાન એમને ત્યાં દીકરાનો જન્મ થયો. એમના પત્ની અને પોતાના મનમાં એવું હતું કે બાળકના ઉછેર માટે, શિક્ષણ માટે કંઇક જુદું કરવું જોઇએ, ધૂળી નિશાળમાં તો બધા ભણતાં હતા. બન્ને વાંચનના શોખીન અને એ ગાળામાં વાંચવામાં આવ્યું કેઙ્ગ ઇટાલીમાં મોન્ટેસરી નામના મહિલાએ ત્રણ થી છ વર્ષના બાળકો માટે એવી શાળા ખોલી છે જેમાં સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમના વાતને વિસારી દેવાઇ છે. વ્હાલથી બાળકોને ભણવા તરફ વાળવાનું વલણ અપનાવાયું છે. મિત્ર દરબાર ગોપાળદાસ દેસાઇએ એમને કહ્યું તમારે બાળ સાહિત્ય વાંચવું હોય. નવી બાળશાળા જોવી હોય તો વસો જાઓ, ત્યાં મોતીભાઇ અમીન બધી વ્યવસ્થા કરી આપશે.

ગિજુભાઇને તો આટલું જ જોઇતું હતું. વસો ગયા. મોન્ટેસરી વિશે જાણ્યું. વાંચ્યું અને કોર્ટના વકીલને બદલે બાળકોના વકીલ બનવાનું નક્કી કર્યું. પછી તો ભાવનગરમાં દક્ષિણામૂર્તિ-જે એમના મામા નાનાભાઇ ભટ્ટે સ્થાપી હતી એમાં જોડાયા. અલગ કામથી ગયા હતા. પણ એમની અંદર પડેલા કેળવણીકાર જાગી ઉઠ્યા અને કુમારમંદિર શરુ થયું અ પછી તો યાત્રા આગલ વધી. આજે ય દક્ષિણામૂર્તિમાં એ સ્ટેજ, એ ઓરડા છે જયાં ગિજુભાઇ પોતે બાળકો સાથે નાચતા.

બાળકોને બિવરાવો નહીં, બાળકોને મારશો નહીં એવા સૂત્રો એમણે આપ્યાં.ઙ્ગ બાળજીવનને એમણે નવું પરિમાણ પુરું પાડ્યું. બાળ સાહિત્યના, કિશોર સાહિત્યના ૧૪૦ જેટલા પુસ્તકો આપ્યા. બાળવાર્તાને એમણે શિક્ષણનું માધ્યમ બનાવ્યું. આજે તો ડોરેમોન, હેરી પોટર જેવી પરદેશી વાર્તાઓમાં આપણી પેઢી ઉછરી રહી છે ત્યારે ગિજુભાઇની રાજા સૂપડ કન્નો કે ઉંદર સાતપૂંછડિયાળો....જેવી વાર્તાઓ આપણું સાચું ધન છે. ગિજુભાઇ બધેકાનું અવસાન તો એસીના દાયકામાં થઇ ગયું પણ એ તો આજે ય બાળકમાં જીવે છે. જો વાલીઓ જીવવા દે તો.

બીજા એવા સંત વિનોબા. જેમનું અવસાન ૧૫ નવેમ્બરે થયું. ગાંધીજીનો પડછાયો નહીં પરંતુ કેટલીક હદે એને ગાંધીજીનું પ્રતિબિંબ કહી શકાય એવું વ્યકિતત્વ. ધર્મનો અભ્યાસ, શાસ્ત્રનું અધ્યયન અને વિજ્ઞાનનો અભિગમ. એ વિનોબાનું જીવન. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપેમથી ઉપર એમણે સૂત્ર આપ્યુઃ જય જગત.

મહાદેવભાઇ દેસાઇના મિત્ર વૈકુંઠભાઇ મહેતાએ એક વાર પ્રશ્ર્ન કર્યો, 'બાપૂના આધ્યાત્મિક વારસદાર કોણ?' મહાદેવભાઇનો જવાબઃમને ઊંદ્યમાંથી ઊઠાડીને પણ કોઇ આ પ્રશ્ર્ન પૂછે તો હું ખચકાયા વગર જવાબ આપું-વિનોબા. એવા દ્યણા વ્યકિત હતા જેનાથી ગાંધીજી પ્રભાવિત હતા પણ જે ગાંધીજીથી પ્રભાવિત અને ગાંધીજી પણ જેમનાથી પ્રભાવિત એમાંના એક વિનોબા ભાવે હતા. પહેલીવાર વિનોબા સાબરમતિ આશ્રમમાં આવ્યા, થોડો સમય રહીને વાઇ જતા રહ્યા. એકવાર ત્યાંથી લાંબો પત્ર લખ્યો, શા માટે ગયા, કેવી રીતે રહ્યા એ બાપૂને વિગતવાર લખી મોકલ્યું.

ગાંધીજીના અગિયાર વ્રત માંથી કયા વ્રતનું પાલન કેમ કર્યું બધું વર્ણન હતું. ગીતાજી અને અન્ય શાસ્ત્રનો અભ્યાસ વિશે લખ્યું. જીવનશૈલી,પ્રવાસ, વિદ્યાર્થીઓને ગીતાજી અને ભાષા ભણાવી એની વિગત લખી. લાંબો પત્ર વાંચીને ગાંધીજી બોલ્યાઃ ગોરખે મછંદરને હરાવ્યો.વિનોબાજીને પરત આવવાનો સમય નજીક આવ્યો ત્યારે મહાદેવભાઇએ બાપૂને યાદ આપ્યું કે આજે એક વર્ષ પૂરું થાય છે. ગાંધીજીએ કહ્યુઃ કાં એ રાત સુધીમાં આવી પહોંચશે, કાં મરી ગયો હશે. સાબરમતિ આશ્રમમાં એ રહેવા લાગ્યા ત્યાં સુધી પોતાના દ્યરે ખબર નહોતી આપી. ગાંધીજીએ એમના પિતા નરહર ભાવેને પત્રમાં લખ્યું, ''તમારો વિનોબા મારી પાસે છે.આટલી ઉંમરમાં તમારા પુત્રે જે તેજસ્વિતા અને વૈરાગ્ય કેળવી લીધાં છે તે કેળવતાં મને દ્યણાં વરસ લાગ્યાં હતાં.''

દીનબંધુ એન્ડ્રુઝને ગાંધીજીએ વિનોબા વિશે કહ્યું હતું કે એ આશ્રમના દુર્લભ રત્નોમાંના એક છે. આશ્રમમાં થતા ભગવત ગીતાના પાઠનો ક્રમ બાપૂના કહેવાથી વિનોબાએ ગોઠવી આપ્યો હતો અને ઇશાવાસ્ય ઉપનિષદ પરથી ઇષાવાસ્યવૃત્ત્િ। નામે ભાષ્ય પણ લખી આપ્યું. એમણે કહ્યું હતું કે હું ૧૯૧૬જ્રાક્નત્ન ગાંધીજી પાસે પહોંચ્યો ત્યારે એકવીસ વરસનો છોકરડો હતો. મારા બધા મિત્રો જાણે છે કે જેને સભ્યતા કહે છે, શિષ્ટતા કહે છે તે મારામાં બહુ જ ઓછી હતી. હું તો સ્વભાવે જંગલી જાનવર જેવો રહ્યો છું. આજે હું જે કાંઇ છું તે બધો બાપૂના આશિષનો ચમત્કાર છે. એમણે મારા જેવા અસભ્ય માણસને સેવક બનાવ્યો. ગાંધીજીએ એમને કહ્યું હતું, તમારે સારું કયું વિશેષણ વાપરવું એ મને ખબર નથી. તમારો પ્રેમ અને ચારિત્ર મને મોહમાં ડૂબાડી દે છે.

આલેખન

જવલંત છાયા

(સોશિયલ મીડિયા માંથી સાભાર)

 મોઃ ૯૯૦૯૯ ૨૮૩૮૭  રાજકોટ

(4:05 pm IST)