Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજકોટમાં ૩૧મી જાન્યુઆરીના આહિર સમાજના મેગા સમુહલગ્નઃ ૨૦મીથી ફોર્મનું વિતરણ શરૂ

સતત ૨૬મા વર્ષે આયોજનઃ રેસકોર્ષ મેદાન ધમધમશેઃ રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ તા.૧૬: આહિર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત આહિર યુવા સમુહ લગ્ન સમીતીના પ્રમુખ વરજાંગભાઇ જે.હુંબલની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટના આંગણે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ તા.૩૧-૦૧-૨૦૨૦ શુક્રવારના સમસ્ત આહિર સમાજના ૨૬માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત આહિર કુળના ઇષ્ટદેવ એવા શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી સમસ્ત આહિર સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓના સહકારથી ગત વર્ષે પણ મોટી સંખ્યામાં નવદંપતીઓ આ સમુહ લગ્નોત્સવમાં જોડાયા હતા. આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છના સમસ્ત આહિર સમાજના વર-કન્યાના વાલીઓને તા.૩૧-૧-૨૦૨૦ શુક્રવારના રોજ યોજાનાર સમુહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ આહિર યુવા સમુહ લગ્ન સમિતિના પ્રમુખ વરજાંગભાઇ જે.હુંબલ મો.૯૩૭૪૪ ૮૧૮૧૫ દ્વારા કરવામાં આવી છે.

આહિર સમાજની આગવી પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે સમગ્ર ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો અને સાથે ઢોલ નગારા સાથે દરેક નવદંપતી અને જાનૈયાઓનું સન્માનની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે આ લગ્નોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાતમાંથી સમસ્ત આહિર સમાજ વાડાભેદ ભલીને મોટા પ્રમાણમાં જોડાશે.

સમસ્ત આહિર સમાજના સહયોગથી આહિર યુવા સમિતિની યુવા ટીમના સભ્યો પ્રમુખ વરજાંગભાઇ જે.હુંબલ-૯૩૭૪૪ ૮૧૮૧૫, કાનાભાઇ આર.મારૂ, હિતેષભાઇ ચાવડા, વિમલભાઇ ડાંગર, કનુભાઇ ખાટરીયા, માંડણભાઇ ચાવડા, મુન્નાભાઇ એમ.હુંબલ કે જેઓ સમીયાણા કમિટી તેમજ ભોજન કમિટીમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

ફોર્મ વિતરણ અને કરિયાવર સમિતિમાં વિનુભાઇ છૈયા, કાળુભાઇ હેરભા, અમુભાઇ મકવાણા, પ્રદિપભાઇ એલ.જાદવ, વિપુલભાઇ ડવ, રાયમલભાઇ એલ.ચાવડા, દિલીપભાઇ બોરીચા, મેરામભાઇ શીયાળ, કનુભાઇ વી.મારૂ, નિર્મળભાઇ મેતા, ઇલેશભાઇ ડાંગર, જગદિશભાઇ બોરીચા, વિક્રમભાઇ ખીમાણીયા, અર્જુન કે.હુંબલ, અશોકભાઇ આર.મારૂ, મુકેશભાઇ એમ.ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.    

તા.૩૧-૧-૨૦૨૦ શુક્રવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાનાર સમુહ લગ્નમાં જોડાવવા માટેના ફોર્મનું વિતરણ તા.૨૦-૧૧-૨૦૧૯ થી શરૂ થશે. જે સમસ્ત આહિર સમાજના વડિલો આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ એ ફોર્મ મેળવવા માટે ઘનશ્યામનગર, એસ.બી.આઇ. બેન્ક સામે, કોઠારીયા રોડ, આંબેડકર ભવનની બાજુમાં, (વિનુભાઇ છૈયાની ઓફીસ મો.૯૩૨૭૫ ૧૭૯૩૬)ને ત્યાંથી મેળવવાના રહેશે. ભરેલા ફોર્મ તા.૩૧-૧૨-૨૦૧૯ સુધીમાં પરત કરવાના રહેશે. સમુહ લગ્નોત્સવમા જોડાનાર દરેક કન્યાઓને સમિતિ તથા સમાજના દાતાઓના સહયોગથી કરીયાવર સ્વરૂપે ઘર વપરાશની તમામ વસ્તુઓ જેવી કે ગોદરેજ કબાટ, ડબલબેડ શેટી પલંગ,ગાદલા, ઓછાડ સેટ, સ્ટીલના બેડા,ટીફીન,ઘડીયાળ, થાળી વાટકાના ડીનર સેટ, સ્ટીલના જગ, ચાંદીના સાંકળા, એક જોડી કપડા, પાનેતર, પાટલા, સ્ટીલની ડોલ, સ્ટીલના ડબરા સહિતની અનેક વસ્તુઓ આપવામાં આવે છે.

ખોટા દેખાદેખી છોડીને કરકસરના ભાગ રૂપે અન્ય વિકસીત સમાજની સાથે તાલ મિલાવવા માટે જુની પુરાણી રૂઢીઓને તિંલાજલી આપીને મોટા પ્રમાણમાં સમુહલગ્નમાં જોડાય તે આજની તાતી જરૂરીયાત છે તેવી સમસ્ત આહિર સમાજને સમિતિના પ્રમુખ વરજાંગભાઇ જે હુંબલે અપીલ કરેલ છે.

(4:02 pm IST)