Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સામાકાંઠેથી ૧૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તઃ ૧૪ હજારનો દંડ

ઇસ્ટઝોનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૧૬: મ્યુ.કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા SINGLE USE PLASTIC તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સામાકાંઠા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં ૧૧ કિલો  પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યુ છે કે,

રાજકોટ મહાનગરપાલિકાના ધ્વારા રાજકોટ શહેરની તમામ સરકારી કચેરીઓમાં, સરકારી કાર્યક્રમો, તમામ સહકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં, તમામ કોમર્શીયલ એરીયામાં, સામાજીક પ્રવૃતિઓમાં, કેટરીંગ સર્વિસમાં, તમામ વોર્ડમાં આવેલ જાહેર જગ્યાઓ તથા વિસ્તારોમાં SINGLE USE PLASTIC (એક વખત વપરાશી પ્લાસ્ટીક) નાં ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.  જે અન્વયે  પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં પુર્વ ઝોનની તમામ ટીમ દ્વારા પેડક રોડ, સંતકબીર રોડ,ભાવનગર,સહિતના વિવિધ  માર્ગો પર ઝુંબેશરૂપે SINGLE USE PLASTIC (એક વખત વપરાશી પ્લાસ્ટીક) તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણઓ પાસેથી ૧૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક, જપ્ત કરી રૂ. ૧૪,૧૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર શ્પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાદ્યેલા, વોર્ડના એસ. આઈ. ડી. એચ. ચાવડા, ડી. કે. સીંધવ, એન. એમ, જાદવ, પ્રફુલ ત્રીવેદી તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, હરેશ ગોહેલ, પ્રશાંત વ્યાસ, અશ્વિન વાદ્યેલા, જે. બી, વોરા, આર. જે. પરમાર, અર્પીત બારૈયા, ભુપત સોલંકી, એ. એફ. પઠાણ, ભરત ટાંક તથા જય ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:49 pm IST)