Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પૂ.પારસમુનિ મ.સા.ને રોયલ પાર્ક સંઘમાં પ્રવેશઃ પંચાન્હિકા ઉત્સવ

કાલે નેમીનાથ- વિતરાગ સંઘમાં પધારશેઃ સવારે ૭:૩૦ વાગ્યે કનૈયા ચોકથી સામૈયુ

રાજકોટ,તા.૧૬: ગોંડલ સંપ્રદાયના ગાદિપતિ ગીરીશીચંદ્રજી સ્વામીના સુ.શીષ્ય ગુજરાતરત્ન પુજય શુશાંત મુની મ.સ. તથા નિડર વકતા પુજય જગદિશમુની મ.સા.ના સુ.શીષ્ય ક્રાંતીકારી સંત પૂજય પારસમુની મ.સા. એવમ પૂજય હિરાબાઈ મ.સ.આદિ ઠાણા પૂ.વનીતાબાઈ મ.સ. આદિ ઠાણા પૂજય પ્રભાબાઈ મ.સ. આદિ ઠાણા સદાનંદિ પૂજય મ.સ. આદિઠાણા પૂ.પ્રભાબાઈ મ.સ. આદિઠાણા સદાનંદિ પૂજય સુમતીબાઈ મ.સ. આદિ ઠાણા રોયલ પાર્ક, સી.એમ.પૌસધ શાળા ખાતે પૂજય ગુરૂદેવોના સ્વાગત માટે પધારેલ હતા.

આ પરમ ઈસ્ટ પંચાન્હિકા ઉત્સવ ઉજવાયો જેમા સપ્તમ આચાર્ય ગુરૂદેવ પુરૂષોતમ મહારાજ સાહેબની ૫૯મી પુણ્યતીથી, સાધક ગુરૂદેવ પૂજય હસમુખ મુની મહારાજ સાહેબની દ્વિતીય પુણ્યતીથી, અનશન આરાધીકા પુજય ભાગ્યવંતાબાઈ મહાસતીજીની ૨૭મી પુણ્યતીથી આજીવન જળ ત્યાગનાર ભીષ્મ પ્રતિજ્ઞા લેનાર સંઘમાતા પુજયશ્રી વિજયા બાની ૧૩મી પુણ્યતીથી અને ક્રાંતીકારી સંત પુજય પારસમુની મહારાજ સાહેબનું રોયલપાર્ક ઉપાશ્રયમાં આગમન આ રીતે આજે પાંચ- પાંચ પ્રસંગોની ભવ્ય ઉજવણી થઈ હતી. બપોરે આયબિંલનું આયોજન સંઘ દ્વારા કરવામાં આવેલ હતુ.

રોયલપાર્કના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે સૌનું સ્વાગત કરેલ હતું.

આ સમારોહમાં ગોંડલ સંઘાણી સમુદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી, મનહર પ્લોટના પ્રમુખ ડોલરભાઈ કોઠારી, ગોંડલ રોડ વેસ્ટના પ્રમુખ કિરીટભાઈ શેઠ  શેઠ ઉપાશ્રયના હેમલભાઈ મહેતા, મનોજભાઈ ડેલીવાળા તથા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂ.ગુરૂદેવને હેમલભાઈએ શેઠ ઉપાશ્રય તથા ડોલરભાઈ કોઠારીએ મનહર પ્લોટ ઉપાશ્રયમાં પધારવા ભાવભરી વિનંતી કરી હતી.

પૂ.પારસમુની ગુરૂદેવ કાલે તા.૧૭ના રોજ વીતરાગ નેમીનાથ સ્થાનકવાસી જૈન સંઘમાં પધારશે. ત્યા પ્રવચન ૮ થી ૯ અને ત્યારબાદ નવકારશી રાખવામાં આવેલ છે. ગુરૂદેવનું સામૈયુ કનૈયા ચોક રૈયા રોડથી ૭:૩૦ કલાકે થશે. તેમ શ્રીસંઘની યાદી જણાવે છે.

(2:34 pm IST)