Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ર૧ વર્ષ જુના એટ્રોસીટી કેસના બે આરોપીનો નિર્દોષ -છુટકારો

રાજકોટ, તા. ૧૭ :  એકવીસ વર્ષ જુના એટ્રોસીટીના ગુનામાં રાજકોટના એડી. સેશન્સ કોર્ટએ આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો ફરમાવેલ છે.

આ કેસની વિગત જોઇએ એકવીસ વર્ષ પહેલા તા. ર૪-ર-૯૭ના રોજ આ કામના ફરીયાદી લીલાબહેન વણકર રહે. રૈયધાર, રાજકોટવાળાએ ૧૯૯૭ની સાલમાં રાજકોટ તેઓના ઘરમાં સુતેલા હતા. ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યે બે અજાણ્યા શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી અને કહેવા લાગેલ કે આ ઘર અમારૂ છે તમે લોકો ખાલી કરીને જતા રહો એમ કહી બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગેલા તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધાકધમકીઓ આપેલી. આ સમયે લતાવાસીઓ ભેગા થઇ ગયેલા. જેથી આરોપીઓ જતા રહેલ. આ મતલબની ફરીયાદ દાખલ થતા તાલુકા પોલીસ-સ્ટેશનના જવાબદાર અધિકારીએ બે આરોપીઓ (૧) કાનજીભાઇ રાજપૂત, રહે. ગંજીવાડા તથા (ર) દિનેશ નાગજી રૈયાણી, કોઠારીયા મેઇન રોડની ઇ.પી.કો. કલમ પ૦૬(ર), પ૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) ૧૦ના કામમાં ધરપકડ કરેલી. આ કેસ રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબમાં ચાલી જતા હાલના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.

આ કેસમાં કાનજી પાંચા રાજપુત વતી રાજકોટના વકીલ આર.કે. ધ્રુવ અને દિનેશ નાગજી રૈયાણી વતી કુલદિપસિંહ બી. જાડેજા રોકાયેલા હતા.

(3:44 pm IST)