Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રેલવે સ્‍ટેશનના પ્‍લેટ ફોર્મ પરથી મળેલા ૧ર વર્ષના બાળકના પરિવારને શોધી રેલવે પોલીસે મિલન કરાવ્‍યું

રાજકોટઃ રેલવે પોલીસ અધિકારી પી.પી.પીરોજીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ કે મળી આવેલ બિનવારસી બાળક કે મહિલા શોધવાની કામગીરી કરતા પોલીસ માણસો એ. એસ.આઇ. બી. એમ.ત્રિવેદી હેડ કોન્‍સ કમલેશભાઇ તથા મિલનભાઇ ગઇ તા.૧પ/૧૧/૧૮ ના કલાક ૬ વાગ્‍યે રાજકોટ રેલવે સ્‍ટેશન પ્‍લેટ ફોર્મ નંબર એક ઉપર હાજર હતા દરમિયાન એક બાળક આમ તેમ આંટા મારતું એકલું સ્‍કોડના માણસોના જોવામાં આવતા તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તે પોતાનું નામ જીતુ સન ઓફ રાજેન્‍દ્ર ઉર્ફે રાજુ વર્મી (ઉ.૧ર) (રહે. ગામ શાસની ગેઇટ સરા સુલતાનની પોલીસ ચોકી પાસે) ડોકટર મહેતાના મકાન પાસે હોવાનું જણાવેલ અને તેના પપ્‍પા કે કોઇ સગા સબંધીનો ફોન નંબર યાદ ના હોય અને તેમના કહેવા મુજબ તેમના પપ્‍પા સાથે કામ ધંધા માટે અહી આવેલ અને તેના પપ્‍પા હું હમણા આવું છું તેમ કહી જતા રહેલ તેવું કહેતા મોબાઇલ નેટ ઉપર શાસની ગેઇટ થાનાનો નંબર શોધી અને ત્‍યાંથી સરા સુલતાની પોલીસ ચોકીના એ.એસ.આઇ. નજામુદ્દીનભાઇને હકીકત જણાવી અને એડ્રેસ ઉપર તપાસ કરતા તેઓના કાકાએ કહેલ કે તે બાળકના પિતા રાજકોટ પાસે કોઠારીયા ગામની બાજુમાં આવેલ કંપનીમાં કામ કરે છે. અને તેઓનો મોબાઇલ નંબર આપતા તેમના પપ્‍પાનો કોન્‍ટેક કરી અને બાળકને તેમના પપ્‍પાને સુપ્રત કરેલ છે આ બાળક પોતે ઘરેથી કોઇને કહ્યા વગર પોતાના વતનમાં જવા માટે એકલો નીકળી ગયો હોવાનું જાણાવા મળ્‍યું છે.

(3:42 pm IST)