Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોમવારે લોખંડી મહિલા અને પૂર્વ વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીની જન્‍મ જયંતિઃ કોર્પોરેશન દ્વારા પુષ્‍પાંજલી થશે

રાજકોટ તા. ૧૭: આગામી તા. ૧૯ સોમવારે સવારે ૯.૩૦ કલાકે ઇન્‍દિરા ગાંધી ચોક, યુનિ.રોડ, ૧૫૦ ફુટ રોડ રાજકોટ ખાતે મ્‍યુ.કોર્પોરેશન દ્વારા શ્રી મતી ઈન્‍દિરા ગાંધીની ૧૦૧મી જન્‍મજયંતિ પ્રસંગે તેઓશ્રીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવાનાં કાર્યક્રમનું આયોજન કરાયું છે.

શ્રીમતી ઇન્‍દિરા ગાંધીનો જન્‍મ તા. ૧૯ નવેમ્‍બર, ૧૯૧૭,અલ્‍હાબાદ, ઉતર પ્રદેશ ખાતે થયેલ અને તા. ૩૧ ઓકટોબર ૧૯૮૪ના દિલ્‍હી ખાતે તેઓનું મૃત્‍યુ થયું હતું. પંડિત જવાહરલાલ નહેરૂના તેઓ પુત્રી હતા. રવિન્‍દ્રનાથ ટાગોરે તેમને પ્રિયદર્શીની નામ આપેલ. ઓકસફોર્ડ યુનિવર્સિટી ખાતે અભ્‍યાસ કર્યો હતો અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્‍યા હતા. તેઓએ પોખરણ ખાતે સૌપ્રથમ ન્‍યુકલીયર ટેસ્‍ટ કર્યો હતો તથા પાકિસ્‍તાન સાથે યુદ્ધ કરી બાંગ્‍લાદેશનું સર્જન કર્યું અને તેઓ લોખંડી મહિલા તરીકે ઓળખાયા. ૧૯૮૪માં તેમના જ સિકયુરિટી ગાર્ડ દ્વારા આત્‍માઘાતી હુમલામાં તેઓનું અકાળે મૃત્‍યુ થયું હતું.

(3:41 pm IST)
  • વડોદરા :પિતા-પુત્રની સાઉદી અરબમાં ધરપકડ : મક્કા મસ્જિદ બહાર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવતા ધરપકડ : વડોદરાનાં ઇમ્તિયાઝ અલી સાઉદી પોલીસની કસ્ટડીમાં : ઇમ્તિયાઝ અલીનાં પુત્ર ઉઝેરને વહેલી સવારે કરાયો મુક્ત:સાઉદીમાં પિતા ઇમ્તિયાઝને છોડાવવા પુત્રનાં પ્રયાસો access_time 4:33 pm IST

  • ફિલ્‍મ ‘‘ કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટેઃ નિર્દેશક અભિષેક કપુર : હું ભગવાન શિવનો ઉપાસક : લવ જેહાદનો આરોપ લગાવતાં બીજેપી નેતાની ‘‘કેદારનાથ'' ફિલ્‍મને સેન્‍સર કરવાની માંગ પર અભિષેક એ કહ્યું અમે એવી ફિલ્‍મ નથી બનાવી જેથી કોઇને પરેશાની થાય. access_time 12:15 pm IST

  • ગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST