Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કાંકચિયાના પાનથી અનેક રોગો દૂરઃ અભિયાન વેગમાં

અનેક દર્દીઓને ફાયદો થયોઃ દર્દીઓ જ પ્રચારક બની ગયાઃ જામ કંડોરણાના ધીરૂભાઇની અનન્ય સેવા

રાજકોટ તા.૧૭: ''કાંકચિયાનાં પાનનો રસ'' જુદા -જુદા અનેક પ્રકારના રોગોના ઉપચારમાં ઉપયોગી છે. તેવું પ્રાયોગિક તથા પરિણામલક્ષી વૈજ્ઞાનિક ઢબનું સંશોધન આ ક્ષેત્રના નિષ્ણાંતોને સાથે રાખીને કોટક સ્કૂલ્સના વિજ્ઞાન શિક્ષક તથા છાત્રાઓએ કરેલું.

આ વૈજ્ઞાનિક ઢબના સંશોધનને વાંચકો-લોકો-દર્દીઓ સુધી પહોંચાડવાનું સેવાકીય કાર્ય ''અકિલા'' એ શરૂ કરેલ છે. દર્દીઓના નામ અને મોબાઇલ નંબર સાથે અકિલામાં આ પહેલાં ત્રણ લેખ પ્રસિદ્ધ થઇ ચૂકેલા છે. તેની તારીખ (૧) રપ-૧૦-૨૦૧૬, (ર) ૧૦-૩-૨૦૧૭, (૩) ૨૬-૮-૨૦૧૭ છે.

હવે આ અભિયાનને સ્વયં દર્દીઓજ ચલાવી રહયા છે. અન્ય દર્દીઓને આ પ્રયોગ તરફ વાળીને આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ કમાઇ ને સારા પ્રચારકો પણ બની ગયા છે. આ પ્રયોગ તદ્દન સરળ છે. જેમાં કાંકચિયાના તંદુરસ્ત લીલાછમ્મ સારા ૨૦ થી ર૫ જેટલાં પાન (ડાઘ-ડુઘ અને સફેદ ફુગ વગરના) તોડી ધોઇ-સાફ કરીનેસવારે નઇણા કોઠે ચાવી જવાના અથવા તેનો રસ બનાવીને પી જવાનો છે.

આ સાદા પ્રયોગથી ઘણા બધા રોગોમાં નોંધપાત્ર સુધારો થયાના દર્દીઓ તથા સેવાનું કાર્ય કરી રહેલા પ્રચારકો અહેવાલ આપી રહયાં છે.

જેમ કે (૧) આંતરડાની મુવમેન્ટ સુધરે છે. તેથી તેમાં રહેલો ખોરાક આશાનીથી આગળ ધકેલાય છે. પરિણામે કાયમી કબજીયાત તથા ગેસની તકલીફ દૂર થાય છે. કબજીયાત દુર થતાં મોટાભાગના રોગો દૂર થઇ જાય છે. (ર) લોહી પાતળુ બને છે, તેથી બી.પી.ની સમસ્યા દૂર થઇ જાય છે, (૩) બિલ્ડીંગ-પાઇલ્સ-હરસ-ફિસર જેવા રોગોમાં ઉપયોગી થાય છે, (૪) સોરાયસીસ જેવા ચામડીના રોગમાં ઉપયોગી છે, (૫) હેમોગ્લોબીન પણ સુધારી આપે છે.

ધીરૂભાઇ માવજીભાઇ અમીપરા (મો. ૯૮૨૪૪ ૭૮૮૭૬) જામકંડોરણાની નજીક વિમલ નગરના રહેવાસી છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમને ગેસ તથા કબજીયાતની તકલીફ રહેતી. આ પ્રયોગથી તેમનાં રોગો પૂરેપુરાં દૂર થઇ ગયા ત્યારબાદ તેઓ આં પ્રયોગનાં સારા પ્રચારક બની ગયા. તેમણે ઘણા દર્દીઓને આ પ્રયોગ શરૂ કરાવેલો. તેમનાં જુદા-જુદા રોગોમાં નોંધપાત્ર રાહત થઇ ગઇ છે. તેમાંથી થોડાક દર્દીઓનાં નામ અને મોબાઇલ નંબર આપેલા છે.

(૧) રમણીકભાઇ જામકંડોરણા-વિમલનગર (મો. ૯૯૭૮૩૧૦૪૬૧) બન્ને પતિ-પત્નીને હાથપગનાં દુઃખાવા અને ગેસની તકલીફ રહેતી કામ કરવાની ઇચ્છા થતી નહિ. આ પ્રયોગથી તેમનું દર્દ દૂર થઇ ગયાનું તેઓ જણાવે છે, (ર) ચુનિભાઇ-જામકંડોરણા -વિમલનગર (મો. ૭૬૯૮૭૦૨૮૭૪) તેમના ધર્મપત્નીને આખુ શરીર તથા બધા સાંધા દુઃખતા ખુબ જ જુનો દુઃખાવો હતો જે દૂર થઇ ગયો છે.

(૩) જમનભાઇ-જામકંડોરણા-વિમનગર (મો.૯૯ર૪૪ ર૦૧૭૧) તેમને ડાયાબિટીસને કારણે પગના તળીયા તથા હાથપગના દુઃખાવાની તકલીફ દુર થઇ ગઇ છે.

(૪) જેન્તીભાઇ-જામકંડોરણા-વિમલનગર (મો.૯૮ર૪૭ ૬૬ર૪૭) તેમને ગેસ-કબજીયાતની તકલીફ રહેતી આ પ્રયોગથી રાહત થઇ ગઇ છ.ે

(પ) વિઠ્ઠલભાઇ-જામકંડોરણા-વિમલનગર (મો. ૯૬ર૪૬ ૪પ૪૪૯) તેમના ધર્મપત્નિે ગેસ-કબજીયાત તથા હાથ પગના દુઃખાવાનની તકલીફ હતી. આ પ્રયોગથી તેમના રોગોમાં ઘણી રાહત છ.ે

(૬) અતુલભાઇ-જામકંડોરણા-વિમલનગર (મો. ૯૯રપ૪ ૬૯૧રર) તેમના પિતાને ગેસની ઘણી બધી તકલીફ હતી. આ પ્રયોગથી સારૂ પરીણામ મળેલ છે.

(૭) નારણભાઇ-જામનગર (મો.૯૪ર૬૯ ૯૪૯૯૩) તેમને ઘણો જુનો ડાયાબીટીનો રોગ હતો આ પ્રયોગથી ૧૦% જેટલો સુધારો જોવા મળેલ છ.ે

અન્ય સેવાભાવી કાર્યકરોની યાદી

(૧) ડો. રીધ્ધિશ પડીયા-જામખંભાળીયા Ph.d.(Ayu Pharm.) (મો. ૯૯ર૪૪ ૬૪ર૮૪)

(ર) બળવંતભાઇ-રાજકોટ-સ્વામીનારાયણ ચોક ગોકુલ ડેરી-પટેલ ફરસાણ ઉપર ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ બીજો માળ બ્લોક નં.૦૬ (મો. ૮૪૬૦૮ ૯૦૪૮૦)

(૩) ધનજીભાઇ સોજીત્રા-રાજકોટ (મો.૯૮ર૪૯ ૪૯૭૧૦)

(૪) ઇસ્માઇલભાઇ માથકિયા-વાંકાનેર-ન્યુખેતી વિકાસ કેન્દ્ર-દવા વાળા (મો.૯૮રપ૭ ૪પ૮૪૬)

(પ) કાંતિભાઇ છાયા-ગજાનંદ પ્લાઇ વુડ-રાજકોટ(મો.૭૦૪૧૦ ૮૭૮૧૩)

(૬) મેહબુબભાઇ સિપાઇ-રજવાડી ઓઇલમીલ-વાંકાનેર (મો.૯રર૮ર ર૯૦૪૩)

(૭) અલીભાઇ ઘોણીયા-કુવાડવા (મો.૯૭૧૪૭ ૮૬૪૧૮)

(૮) કેતનભાઇ પરમાર-રાજકોટ-ગીતાનગર એસ્ટેટ એન્ડ બ્રોકર (મો.૯૪ર૬ર ૦ર૯૯૯)

(૯) આશિષભાઇ પરમાર-રાજકોટ-કોઠારીયા રોડ (મો.૯૧૭૩૦ પ૬રપ૩)

(૧૦) હિરાભાઇ-સોમનાથ-ગારી (મો.૯૭ર૩૬ ૪૦૯ર૬)

ખાસનોંધ

(૧) આ આર્યુવેદિક ઉપચાર છે જે શરીરની તાસીર ઉપર આધાર રાખે છે.

(ર) પ્રયોગ શરૂ કર્યો કે તરતજ પરીણામ મળી જ જશે તેવી ઉતાવળ રાખવી નહિ.

(૩) ડોકટરની સલાહ લીધા વગર ડોકટરે લખી આપેલી દવામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

(૪) ખાવા-પીવાની પરેજી પાળવી જરૂરી છ.ે

(પ) પ્રયોગમાં પાન ન મળે તો તેના ફળનો પણ ઉપયોગ કરી શકાય.

(૬) કાંકચિયો-કાંગસીયો-ગેંગડા તેનું અંગ્રેજી નામ FEVER NUT  છે. (૧.૨૧)

લેખક-ગાઇડ

અશ્વિન ભૂવા કોટક સ્કુલ

M.૯૪૨૮૮ ૮૯૫૬૦

૮૩૨૦૫ ૫૬૦૧૨

(3:21 pm IST)