Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નિલ્સ સીટી કેમ્પસના ગ્રીન એવન્યુ સોસાયટીમાં સંગીતમય ભાગવત કથાનો આજથી પ્રારંભ

બાળવિદુષી માયાકુમારીબેન જોષીના વ્યાસાસને ૨૦મીએ રામજન્મ- નંદોત્સવ, ૨૧મીએ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાશે

રાજકોટ, તા. ૧૭ : અહિંના સૌરાષ્ટ્ર યુનિ. પાસે નીલ્સ સીટી કલબ કેમ્પસમાં ગ્રીન એવન્યુ સોસાયટીમાં આજથી ભાગવત કથાનો પ્રારંભ થયો છે.

આજે સવારે જે. કે. ચોકમાં આવેલ શિવ મંદિરેથી પોથીયાત્રાનો ઢોલ અને ડી. જે. ના તાલે પ્રારંભ થયો હતો.

વ્યાસપીઠ ઉપર અંજાર (કચ્છ)ના બાળવિદુષી માયાકુમારીબેન જોષી બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

કથામાં આવતા મુખ્ય પ્રસંગોમાં આજે સવારે મહાત્મ્ય કથાનું વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યુ હતું. તા.૨૦ના બપોરે ૪ વાગ્યે રામ જન્મ અને સાંજે ૬ વાગ્યે ભવ્ય નંદ મહોત્સવ (કૃષ્ણ જન્મોત્સવ) ઉજવવામાં આવશે.

તા.૨૧ના રોજ સાંજે ૫ વાગ્યે શ્રી ગીરીરાજ પૂજન તા.૨૨ના રોજ સાંજે ૫ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવશે. તા.૨૩ના રોજ સાંજે ૪ વાગ્યે પરિક્ષિત મોક્ષનો પ્રસંગ ઉજવાયા બાદ ભાગવદ્દ કથા સાંજે ૭ વાગ્યે વિરામ લેશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભાગવત કથાનું આયોજન નિલ ગ્રીન એવન્યુ સોસાયટીના બહેનો દ્વારા કરવામાં આવ્યુ છે. કથા દરમિયાન તા.૨૦ના રોજ રાત્રે ૧૦ વાગ્યે કથા મંડપમાં મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોને સંગીતમય કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:19 pm IST)