Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મવડી ૪૦ ફુટ રોડ પર 'હિટ એન્ડ રન': ઘરકામ કરવા જતી નેપાળી યુવતિનું મોત

ટ્રેકટરનો ચાલક સ્કૂટીને ઉલાળીને ભાગી ગયોઃ ૨૦ વર્ષિય અસ્મિતાનું ઘટના સ્થળે જ મોત

રાજકોટ તા. ૧૭: મવડીમાં ૪૦ ફુટ રોડ પર સંસ્કાર સીટીનજીક નંદનવન સોસાયટી તરફ જવાના રસ્તે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ૨૦ વર્ષની નેપાળી યુવતિનું મોત નિપજ્યું છે. ટ્રેકટરનો ચાલક સ્કૂટીને ઉલાળીને ભાગી જતાં સ્કૂટીસ્વાર નેપાળી યુવતિનો ભોગ લેવાયો હતો.

જાણવા મળ્યા મુજબ મવડી રીંગ રોડ આસ્થા ગેઇટ નજીક ભવાનીનગર-૧૫માં ૨૫ વારીયામાં રહેતી અસ્મિતા કબીરાજ વિશ્વકર્મા (ઉ.૨૦) પોતાનું સ્કૂટી જીજે૫ઇબી-૨૦૬ હંકારીને ઘરેથી પારકા ઘરના કામ કરવા નંદનવન સોસાયટી તરફ જઇ રહી હતી ત્યારે રસ્તામાં ટ્રકેટરના ચાલકે સ્કૂટી સહિત ઉલાળી દીધી હતી અને બાદમાં ટ્રેકટર લઇ ભાગી ગયો હતો.

ગંભીર ઇજા થતાં અસ્મિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ. ટી. રબારી સહિતે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવતિના પિતા કબીરાજ નાકીયો વિશ્વકર્મા (નેપાળી) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ભાગી ગયેલા ટ્રેકટર ચાલકની શોધખોળ આદરી છે. અસ્મિતા પાંચ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા ચોકીદારી કરે છે. પોતે ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. કામે જવા નીકળી હતી અને કાળ ભેટી ગયો હતો. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:11 pm IST)
  • પંચમહા:ગોધરાના સારંગપુર જંગલમાંથી નવજાત બાળક મળી આવ્યું :ત્યજી દેવાયેલા જીવિત બાળકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું :કોલ મળતા ગોધરાની 108 ટીમ ઘટના સ્થળે પહોંચી જતા નવજાત શિશુનો જીવ બચ્યો: પ્રાથમિક સારવાર બાદ બાળકની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું access_time 10:00 pm IST

  • ગાંધીનગર: 260 કરોડના કૌભાંડનો મામલો : કેસમાં લાગવાઈ GPID એક્ટ : સ્પે.એક્ટ લાગવાથી આરોપીની મિલકતો ટાંચમાં લઇ છેતરપીંડીના ભોગ બનનારમાં વહેંચી શકાય છે : કેસની તપાસ માટે સ્પે.જજની કરાઈ નિમણૂક : સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી લડશે કેસ access_time 12:40 pm IST

  • મહેસાણાના વિજાપુર માર્કેટયાર્ડમાં ખરીદીનો નિકાલ ન આવતા ખેડૂતોએ કર્યો હોબાળો: કામ વગર બેસાડી રાખતા શ્રમિકોએ પણ રોષ વ્યક્ત કર્યો. access_time 10:02 pm IST