Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના હસ્તે આરતી

રાજકોટઃ માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જસાણી પાર્ક ખાતે જલારામ બાપાની જન્મજયંતિએ રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નેહલભાઈ શુકલ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, લો કમિશન ઓફ ઈન્ડિયાના સભ્ય અને ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર જૈમીન ઠાકર, વોર્ડ નં.૨ના કોર્પોરેટર દર્શીતાબેન શાહ, કોર્પોરેટર રૂપાબેન શીલુ, પૂર્વ કોર્પોરેટર જસુમતિબેન વસાણી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અતુલભાઈ પંડિત, શીલ્પાબેન શાહ, ડો.રવિ ધાનાણી, પૃથ્વીસિંહ વાળા, કુલદિપસિંહ ખાનપર, પૂર્વેશ ભટ્ટ, ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પૂજારા, શહેર ભાજપ આઈટી અને સોશ્યલ મીડીયાના કન્વીનર નિશીથ ત્રિવેદી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના બાલાભાઈ પોપટ, કાશ્મીરાબેન નથવાણી, રંજનબેન પોપટ, રીટાબેન જોબનપુત્રા, દિનેશભાઈ કારીયા, નટુભાઈ કોટક, કેતનભાઈ પાવાગઢી, રાજેન્દ્રભાઈ ઠક્કર, વિરલ અઢીયા.

રાજકોટ નાગરીક બેંકના ડિરેકટર હરીભાઈ ડોડીયા, રાજકોટ શહેર મહિલા મોરચાના મહામંત્રી કિરણ માંકડીયા, માધવીબેન ઉપાધ્યાય, ધરા વૈષ્ણવ, રમાબેન હેરભા, કંચનબેન સિધ્ધપુરા, દિપાબેન કાચા, દુર્ગામાળી, મિડીયા સેલના સુરેશ પરમાર, સ્વામી વિવેકાનંદ યુવક મંડળના જીજ્ઞેશ જોષી, શિક્ષણ સમિતિના મુકેશભાઈ મહેતા, ભાજપ કાર્યાલય પરિવારના અનિલભાઈ પારેખ અને હરેશભાઈ જોષી, નલહલીભાઈ, જસાણી પાર્ક વિસ્તારના બાળકો, સ્પે.હોમ ફોર બોયઝના બાળકો, માનસિક દિવ્યાંગ (મેન્ટલી ચેલેન્જ) સંસ્થાના બાળકો તથા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો દ્વારા બાપાનું વિશેષ પૂજન તથા મહાઆરતી કરવામાં આવી ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના લાલભાઈ પોપટ, દક્ષાબેન પોપટ, નિધિ પોપટ, પુષ્ટિ પોપટ, અરૂણાબેન વારા, માધવ ચગ, જીજ્ઞેશભાઈ પુરોહિત, સુરેશભાઈ કેસરીયા, પ્રિતેશ પોપટ, ભાર્ગવ ગઢવી, અમિત રાજયગુરૂ, કાળુભાઈ કેસરીયા, અલ્પેશ પરમાર, મીરાબેન કોઠારી, ધવલભાઈ રૂપારેલીયા, પિનલભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:10 pm IST)