Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોમવારે દેવદિવાળી : તુલસી વિવાહનો મંગલ અવસર

ભાવિકો જાનૈયા અને માંડવીયા બનવાનો લ્હાવો લેશે : દેવ વિવાહનો ચોમેર અનેરો ઉમંગ : શેરડીની બજારો ધમધમી

રાજકોટ તા. ૧૭ : સોમવારે કારતક સુદ એકાદશીના દેવ દિવાળીનું પર્વ ઉજવાશે. દેવ પોઢી એકાદશી ગયા બાદ આ એકાદશીને દેવ ઉઠી એકાદશીથી પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે દેવ વિવાહનો પ્રસંગ મનાવી વર્ષભરના માંગલીક પ્રસંગોની શરૂઆત કરાતી હોય છે. દેવ દિવાળીએ ભગવાનના લગ્ન લેવાયા બાદ આપણે ત્યાં લગ્નસરાની મોસમ ખીલે છે.

ત્યારે કાલે દેવ દિવાળી હોય ઉત્સવી આયોજન માટે ભાવિકો અધીરા બન્યા છે. શાલીગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્નનો પ્રસંગ ઉજવાશે. ભાવિકો જ જાનૈયા બનશે અને ભાવિકો જ માંડવીયા બનશે. શેરડીના સાઠાનો મંડપ રચી આસોપાલવના તોરણો બંધાશે.

આમ કાલે દેવોના વિવાહના અવસરને વધાવવા ભાવિકોમાં અનેરો તલસાટ પ્રવર્તી રહ્યો છે.

આ દિવસે ફટકાડાની એક દિવસીય આતશબાજી ફરી જામશે. ફટકાડા બજાર થોડીવાર માટે ફરી ધમધમશે.

દરયિમાન શેરડીના પાકનો પ્રથમ ફાલ બજારમાં મુકવા માટે પણ આ દિવસ પસંદ કરાય છે. એટલે કાલે શેરડીના વેંચાણનું શુકન સાચવવા બજારોમાં ઢગલાબંધ શેરડીઓ ઠલવાશે. તુલસી કયારે શેરડીના સાઠા મુકી દિપપ્રાગટય કરવાની પરંપરા પણ આપણે ત્યાં હજુ જળવાતી આવી છે.

મંદિરોમાં અને વિવિધ સંસ્થા મંડળો દ્વારા તુલસી વિવાહના આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ચિત્રકુટધામ રામજી મંદિર, ૪ ધર્મજીવન સોસાયટી, ભકિનગર સર્કલ પાસે આવેલ રામજી મંદિરમાં સોમવારે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. બપોરબાદ તુલસીજીનું કન્યાદાન કુલીનભાઇ, પુનમબેન આંબલીયા પરિવાર તરફથી કરાશે.  જયારે વરપક્ષનો લવો મોનાબેન અશોકભાઇ સિંધી પરીવારે લીધો છે.  ઠકોરજીનો વરઘોડો સાંજે ૪.૩૦ વાગ્યે રામનાથપરા ગરૂડ ગરબી ચોકથી વાજતે ગાજતે જીલ્લા ગાર્ડન, ૮૦ ફુટ રોડ, વાણીયાવાડી મેઇન રોડ થઇ ભકિતનગ સર્કલ ખાતે પહોંચશે. પ.૪૫ વાગ્યે નીજ મંદિરે સામૈયા કરાશે. સાંજે ૬.૩૦ વાગ્યે હસ્તમેળાપ થશે. ધર્મપ્રેમીજનોએ સાથે જોડાવા મંદિરના મહંતશ્રી ગોકર્ણદાસજી મહારાજ (મો.૯૬૦૧૯ ૫૩૯૦૫) એ અનુરોધ કરેલ છે.

જીવનનગર રામેશ્વર મંદિર

જીવનનગર વિકાસ સમિતિ અને રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં તુલસી વિવાહનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જીવનનગર શેરી નં.૪, અનિલ જ્ઞાન મંદિર સ્કુલ પાછળ, બ્રહ્મસમાજ સામે, રૈયા રોડ ખાતે આયોજીત આ મહોત્સવમાં સોમવારે સવારે ૧૦ વાગ્યે મંડપારોપણ થશે. જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અર્મી પાર્ક, તીરૂપતીપાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, અમૃતા, રાવલનગરના રહીશો ભકિતભાવથી ભગવાનનું સામૈયું, પૂજન- અર્ચન અને લગ્નવિધિ શાસ્ત્રોકત કરવાના છે. વિધિ વિધાન પુજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ તથા જેન્તીભાઇ જાની કરાવશે. સમગ્ર આયોજન માટે રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના કારોબારી સદસ્યો ઉપરાંત નવીનભાઇ પુરોહીત, ગોવિંદભાઇ ગોહેલ, વિનુભાઇ ઉપાધ્યાય, પંકજભાઇ મહેતા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, જયોતિબેન પુજારા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, જયાબેન શાપરીાય, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા  વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રાધેશ્યામ ગૌશાળા

રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર ખાતે તા. ૧૯ ના સોમવારે તુલસી વિવાહ ઉજવાશે. ઠાકોરજીની જાન સાંજે ૪ વાગ્યે સુરેશભાઇ વેલજીભાઇ પરમારના નિવાસ સ્થાન, 'ચામુંડા કૃપા' ર-ભારતીનગર, ઉમીયા ડેરી સામે, ગાંધીગ્રા ખાતેથી નિકળી રાધેશ્યામ ગૌશાળા ખાતે પહોંચશે. સર્વે ધર્મપ્રેમીજનોએ જોડાવા રાધેશ્યામબાપુ (મો.૯૨૨૮૩ ૫૩૭૮૦) એ જાહેર અનુરોધ કરેલ છે.

(3:23 pm IST)
  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે માલદીવ્સની મુલાકાતે: નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના પદભાર ગ્રહણમાં આપશે હાજરી: પદભાર ગ્રહણમાં વડાપ્રધાન મોદી સર્વોચ્ચ રેન્કિંગવાળા મહેમાન:હવે માલદીવની 'ઈન્ડિયા ફર્સ્ટ' નીતિ access_time 12:40 pm IST

  • કર્ણાટક :હુબલી નજીક નેશનલ હાઈવે નંબર-63 પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત:10થી વધુ ઈજાગ્રસ્ત, તમામ સારવાર હેઠળ:પોલીસે તપાસ હાથ ધરી access_time 12:44 pm IST