Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મંગળવારે હસીતા ઓઝા અને પલ્લવી વ્યાસ દ્વારા અનોખો - અદ્દભૂત કથ્થક નૃત્યનો કાર્યક્રમ 'અદર્ય'

રાજકોટ : અત્રેના અગ્રણી ઓઝા અને ત્રિવેદી પરિવારના ઉપક્રમે ૨૦મી નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે સવાણી હોલ, સવાણી સેન્ટર ઓફ પર્ફોર્મીંગ આર્ટ્સ, વલ્લભભાઈ આરોગ્યભવન સામે રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ કથ્થક નૃત્યાંગના હસીતા ઓઝા અને પલ્લવી વ્યાસના કથક નૃત્ય 'અદર્ય'નું આયોજન કરવામાં આવ્યું છે.

અમેરીકા સ્થિત ગુરૂકુળ કથ્થક ડાન્સ અકાદમીના ડાયરેકટર અને ફાઉન્ડર ગુરૂ પંડિતા રોહિણી ભાટેના સીનીયર સ્ટુડન્ટ છે. હસીતા ઓઝા ગુરૂ પાસેથી અઘરી તાલીમ લીધા બાદ હસીતા ઓઝાએ ભારત અને વિદેશોમાં અનેક સ્થળે સોલો તથા સમૂહમાં કથ્થક નૃત્યના કાર્યક્રમો આપ્યા છે. તેણીએ ગુજરાતીમાં કથ્થક પરિચય પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરી છે. કથ્થક અંગે તેણીએ અનેક આર્ટીકલ્સ પણ લખ્યા છે. કથક ઉપર તેમણે અમેરીકા અને યુરોપમાં અનેક લેકચર પણ આપ્યા છે. ગાંધર્વ મહાવિદ્યાલયથી તેમણે નૃત્ય વિષારદ પણ કરેલ છે.

(3:08 pm IST)