Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બજરંગ મિત્ર મંડળના કેમ્પમાં કુલ ૪૪ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને શ્રી કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કેમ્પનો પ્રારંભ એકયુપ્રેસરવાળા મધુબેન જોશીના હસ્તે થયો હતો. જેમાં અતિથી વિશેષ તરીકે કે.ડી.કારિયા, ભાગવતાચાર્ય પ્રવીણભાઈ ભટ્ટ, મનુભાઈ ટાંક, ધેર્ય રાજદેવ, ચિરાગભાઈ ધામેચા તેમજ કામનાથ મહાદેવ મંદિરના સંચાલક પ્રીયવદનભાઈ કક્કડ, લક્ષ્મીદાસભાઈ ચૌહાણ, ભોલા મહારાજ વિગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં હોમીઓપેથીના ૧૬ તથા એકયુપ્રેસરના ૨૮ મળી કુલ ૪૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. એકયુપ્રેસર થેરાપીસ્ટ પ્રવીણભાઈ ગેરિયા, અરજણભાઈ પટેલ, રત્નાબેન મહેશ્વરીની સેવા સારવારનો લોકોને લાભ મળેલ. બેડીનાકા, કામનાથ ચોક, દરબારગઢની બાજુમાં આવેલ કામનાથ મંદિરે દર મહિનાના પહેલા બુધવારે સવારે ૯ થી૧૦ કાયમી ધોરણે યોજાતા આ સારવાર કેમ્પમાં હોમીયોપેથીક નિષ્ણાંત તરીકે ડો.એન.જે.મેઘાણી દ્વારા નિદાન કરી તમામ દર્દીઓને એક માસની દવા વિના મુલ્યે આપવામાં આવેલ.

(2:56 pm IST)