Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

શહીદ ભગતસિંહ લાફીંગ કલબના સ્થાપના દિનની ઉજવણી

 રાજકોટઃ વિર શહીદ ભગતસિંહ લાફીંગ કલબ રાજકોટના બારમા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજકોટની લાફીંગ કલબોના કન્વીનરો, ભાઇઓ બહેનોની હાજરીમાં શહીદ ભગતસિંહ ગાર્ડનમાં કરવામાં આવેલ

આ પ્રસંગે જાણીતા લાફટર થેરાપીસ્ટ જીતેનભાઇ ઠકકરનો પ્રેકટીકલ તેમજ થીયરકલ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. એકયુપંચર ડોકટર મંથનભાઇ ઠકકર સહાયકની ભૂમિકામાં ઉપસ્થિત રહેલ

 આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રકટ લાફીંગ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદભાઇ વોરા લાફિંગ કલબોના કન્વીનરો પ્રવિણભાઇ લાડાણી,  શંભુભાઇ રામાણી,  શ્રીમતી રેણુકાબેન રાવલ તથા રાજકોટની લાફીંગ કલબોના ભાઇઓ બહેનો ઉપસ્થિત હતા.

(2:56 pm IST)