Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વિજયભાઈ આજે સાંજે રાજકોટમાં

ટ્રાફીકબ્રિગેડ, સ્‍નેહમીલનના કાર્યક્રમમાં હાજરીઃ રાત્રે અમદાવાદ જવા રવાના

રાજકોટ,તા.૧૭: મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજરોજ રાજકોટ શહેરની એક દિવસની મુલાકાતે આવી રહેલ છે. તેઓનો પ્રવાસ કાર્યક્રમ આ મુજબ છે.

આજે સાંજે ૬.૧૫ કલાકે મુખ્‍યમંત્રીશ્રી હવાઇ માર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને સાંજે ૬.૩૦ કલાકે પોલીસ કમિશ્નરશ્રીની કચેરી આયોજીત ટ્રાફિક બિગ્રેડ કાર્યક્રમમાં પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ (રૈયા રોડ) ખાતે ઉપસ્‍થિત રહેશે. સાંજે ૭ કલાકે અમૃત સાગર પાર્ટી પ્‍લોટ (૧૫૦ ફૂટ રીંગ રોડ) માં રાજકોટ મહાનગર દીવાલી સ્‍નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮ કલાકે શ્રી હેમુ ગઢવી હોલમાં શ્રી રમણીક ધામી ચેરીટેબલ ટ્રસ્‍ટના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮.૩૦ કલાકે શ્રી પ્રકાશ સોસાયટી દ્વારા આયોજીત સ્‍નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. અને રાત્રે ૯.૧૫ કલાકે મુખ્‍યમંત્રીશ્રી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

(12:25 pm IST)
  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • ડીઆરઆઇના અમદાવાદ, અંકલેશ્વર, .સુરતમાં દરોડા:અંકલેશ્વર:. સુરતમાંથી ઝડપી પાડ્યું પાર્ટી ડ્રગ્સ:75 લાખ રૂપિયાની દવાઓ કરી જપ્ત:આ દવા અને ડ્રગડ પાર્ટીમાં નાશ માટે વાપરવામાં આવતો હોવાનું અનુમાન access_time 10:03 pm IST

  • દાહોદ સબજેલ માંથી ટીવી મળી આવ્યુ: નનામી અરજીના આધારે ઉચ્ચ અધિકારી ઓએ લીધી જેલની મુલાકાત:અરજીમાં અમુક કેદીઓને વિશેષ સુવિધા અપાતી હોવાની રજુઆત :કલેક્ટર, પ્રિન્સિપાલ જજ, એસ.પી સહિત ના અધિકારીઓ જેલ ખાતે પહોંચ્યા:જેલ માં લાંચ ના કેસ માં મામલતદાર ,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે:બીનઅધિકૃત વસ્તુઓ મળી આવતા અનેક તર્ક વિતર્ક:આ સબધે તપાસ હાથ ધરાઈ access_time 10:47 pm IST