Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જલારામ જયંતિએ વિરપુરમાં ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા સુંદર રીતે જળવાઇ

પીએસઆઇ વી.બી.ચૌહાણ ટીમની પ્રશંસનિય કામગીરી

રાજકોટ તા. ૧૭ : 'દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ' સૂત્રને સાર્થક કરનાર સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતી સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાય,સુપ્રસિદ્ઘ જગવિખ્યાત પૂજય જલારામબાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ગાગર જેવડા વીરપુર ગામમાં પુજયબાપાની જન્મજયંતિ ઉજવવા પૂજય બાપાના ભાવિકભકતોનો સાગર ઉમટી પડ્યો હતો, પૂજય બાપાની જન્મજયંતીના દિવસે વહેલી સવારથી જ ભકતોની ભીડ જામી હતી અને બાપાના દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો લાગી હતી પરંતુ જલારામ મંદિર તેમજ વીરપુર પોલીસ દ્વારા ભાવિકો પૂજય બાપાના દર્શન શાંતિથી કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

વીરપુર જલારામબાપાના મંદિરે અને આજુબાજુ વીરપુર તેમજ આજુબાજુ ગામના સ્વંયમ સેવકોએ વ્યવસ્થા જાળવી હતી ત્યારે વીરપુરમાં ટ્રાફિક તેમજ યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ તથા કોઈ આઈચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ જિલ્લા ગ્રામ્ય એસ.પી.શ્રી બલરામ મીણા તેમજ જેતપુર ડિવિઝનના ડીવાયએસપી શ્રી જે.એમ.ભરવાડના માર્ગદર્શન હેઠળ વીરપુર પોલીસના પી.એસ.આઈ શ્રી વી.બી.ચૌહાણ દ્વારા પોલીસ, ઞ્ય્ઝ્ર,હોમગાર્ડ સહિત ૨૦૦ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોંં. પૂજય બાપાનો પ્રસાદ લેવા માટે ભોજનશાળા રોડ પર ભાવિકોને કોઈ મુશ્કેલીઓ કે પરેશાની ન પડે તે માટે વીરપુર પીએસઆઇ વી.બી.ચૌહાણ દ્વારા સતત મોનીટરીંગ કરી સુંદર ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂજય જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિ નિમિત્ત્।ે વીરપુર પોલીસના પીએસઆઇ વી.બી.ચૌહાણની આ સુંદર કામગીરીને પૂજય બાપાના ભકતોએ,યાત્રાળુઓએ તેમજ વીરપુર ગામના અગ્રણીઓ, આગેવાનોએ તથા ગામલોકોએ બિરદાવી હતી.વીરપુર મેઈન રોડ તેમજ મેઈન બજારોમાં ચોરી, ખીસાકાતરૂ તેમજ અન્ય બનાવો ન બન્યા તે માટે વીરપુરના વેપારીઓએ પણ તેમનો આભાર માન્યો હતો.

(11:15 am IST)