Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નવા બનેલા રોડની પથારી મહાપાલિકાએ જ ફેરવી....

૧પ દિવસ પૂર્વે રોડ બનાવ્યો, આજે તોડફોડ

રાજકોટ : મહાનગરપાલિકાનું તંત્ર મગજ વગરનું હોય અથવા 'ખાવા'ના મોટા સેટિંગ હોય તેની સાબિતી ઉપરની તસ્વીરમાંથી મળે છે. સરકીટ હાઉસ પાસે ૧પ દિવસ પૂર્વે મહાપાલિકાએ ડામર રોડ બનાવ્યો. આજે સવારે આ રોડ પર મહાપાલિકાએ જ તોડફોડ આદરી... આયોજનનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે. અથવા રોડ બનાવીને તોડવાના કામ કરીને મલાઇ તારવવાની નીતિ પણ હોઇ શકે છે, બંનેમાંથી જે કારણ હોય તે પરંતુ પથારી રાજકોટની ફરે છે. એ નક્કી છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:54 pm IST)