Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગોંડલ હાઇવે રોડ શિવ હોટલ પાસે સર્વીસ રોડ પરથી કારખાનેદાર મથુર પટેલને ક્રાઇમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂ સાથે પકડ્યો: આશિષ સુચકનું નામ ખુલ્યું

પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા અને ટીમનો દરોડો: ચેતનસિંહ ચુડાસમા સને કુલદીપસિંહની બાતમી

રાજકોટ: ગોંડલ હાઇવે રોડ શિવ હોટલ પારો સર્વિસ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે પટેલ કારખાનેદારને વિદેશી દારૂ સાથે પકડી લીધો છે. ચેતનસિંહ ચુડાસમા અને કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી મથુર નાનજીભાઇ બાલધા-પટેલ (ઉ.વ.૩૯ ધંધો-કારખાનું ફેનસિંગ વાયર, રહે.જયોતિનગરની અંદર ઘનશ્યામનગર ક્રિસ્ટલ મોલની બાજુમાં)ને રૂ.૧૭,૪૦૦ના સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલ, મેજીક મોમેન્ટ વોડકા ઓરેન્જ ફેવરની ૭૫૦ એમ એલની બોટલો સાથે પકડી લેવાયો છે. પૂછતાછમાં આશિષ ઉર્ફે રાજ જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇ સુચક રહે.સાઇબાબા સર્કલ પાસે, આસોપાલવ એપારમેન્ટ પાછળ, ઘનશ્યામનગર શેરી નં-૦૨નું નામ ખુલ્યું છે.

     પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઈમ  ડી.વી.બસીયાની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિઁહ બોરાણા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી છે.

(6:14 pm IST)