Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ઉદયગઢ પોલીસ સ્ટેશન મધ્ય પ્રદેશ ખાતે બનાવટી દારૂના ગુન્હામાં પકડાતાં અદાવત રાખી પોલીસ પર કરેલ હુમલના ગંભીર ગુન્હામાં ચાર વર્ષથી ફરાર શખ્સને રાજકોટ આજીડેમ પોલીસે પકડ્યો

પીઆઇ વી.જે. ચાવડા, પીએસઆઇ વાઘેલા, પીએસઆઇ વાળાની ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો પૈકી કેટલાક ઇસમો પોતાના સ્થાનિક રાજ્યો કે શહેરોમાં ગુન્હાઓ આચરી ધરપકડથી બચવા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં વસવાટ કરતા હોઇ જેથી આગામી તહેવારોને અનુલક્ષીને રાજકોટ શહેરના ઉચ્ચ અધિકારીઓએ બહારના રાજ્યોમાં ગુન્હાઓ આચરી રાજકોટ શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતીય શખ્સોનેને શોધી કાઢવા સૂચના આપી હતી. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે બતમી પરથી ઉદયગઢ (મધ્ય પ્રદેશ) પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા 

કાલુ બુધુ ભીલ (ઉ.વ.૪૦ રહે. મુળ મોટી જુવારી ગામ તા. જોબટ જી. અલીરાજપુર (મધ્ય પ્રદેશ) હાલ ગઢકા ગામની સીમમા તા.જી. રાજકોટ)ને પકડી લીધો છે.

કાલુએ  મધ્ય પ્રદેશ ખાતે પોલીસ ઉપર હુમલો કરેલ હતો અને બાદથી ત્યાંથી નાસી જઇ હાલ ગઢકા ગામની સીમમાં કોઇ વાડી વિસ્તારમાં વસવાટ કરતો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદારોએ મધ્ય પ્રદેશ રાજ્યના બડી જુવારી ગામે પોલીસ ઉપર હુમલો કર્યાની કબુલાત આપી હતી. તેના ઘરે મધ્ય પ્રદેશની સ્થાનિક પોલીસે સને-૨૦૧૭માં રેઇડ કરી ઇંગ્લીશ દારૂની કુલ-૪૩ પેટીઓ સાથે તેની ધરપકડ કરી હતી. જે અંગે ઉદયગઢ (મધ્ય પ્રદેશ) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હતો. અબગુન્હામાં જામીન ઉપર છૂટ્યા બાદ અદાવત રાખી ઉદયગઢ (મધ્ય પ્રદેશ) પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ ધનજી ભુરાએ આ દારૂ અંગેની બાતમી આપ્યાની શંકા કરી કાલુ તથા તેના બીજા ત્રણ સાથીદારોએ સને-૨૦૧૮ના વર્ષમાં ગામ બડી જવારી નજીકથી પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ ધનજી ભુરા કોર્ટના કામ અર્થે જતા હતા ત્યારે તેને રોકી ઢીકાપાટુનો તથા લાકડી વડી માર મારી ગાળો આપી શરીરે તથા પગના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ગુન્હો કરેલ હતો. જે ગુન્હામાં અન્ય આરોપીઓ પકડાઇ ગયા હતા. કાલુ સતત ફરાર હતો. જેને ગઢકથી પકડી ઉદયગઢ (મધ્ય પ્રદેશ) પોલીસને સોંપેલ છે.

પોલીસ કર્મીશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એચ. એલ. રાઠોડની સૂચના મુજબ આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા, પીએસઆઇ જી.એન.વાઘેલા, પીએસઆઇ એમ.ડી.વાળા, એએસઆઈ વાય.ડી.ભગત, હેડકોન્સ.ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, સંજયભાઇ જળુ, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ કરી હતી.

(5:41 pm IST)