Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

રાજકોટ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વય જુથના ૭,૭૨,૬૧૨ નાગરીકોને રસીકરણ સાથે પ્રથમ ડોઝનો ૯૪.૬૬ ટકા લક્ષ્યાંક સિધ્ધ

શહેરી વિસ્તારમાં ૧૮થી વર્ષથી વધુ વયના ૨,૭૮,૩૮૦ લોકોને મળ્યો રસીકરણનો પ્રથમ ડોઝ

રાજકોટ :કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘેર- ઘરે રૂબરૂ સંપર્ક, મોબાઇલ વાન તથા જાહેર સ્થળોએ કેમ્પો દ્વારા વધુમાં વધુ લોકોને કોવિડ-૧૯ સામે રસીકરણ વડે સુરક્ષીત કરવા સધન ઝંબેશ ચલાવાઇ રહી છે. જેના પરીણામે રાજકોટ જિલ્લામાં ૧૮થી વધુ વય જુથના કુલ ૭૭૨૬૧૨ લાભાર્થીઓને વિનામુલ્યે રસીકરણનો પ્રથમ ડોઝનો લાભ આપી ૯૪.૬૬ ટકા લોકોને કોરોના સામે સુરક્ષા આપવામાં આવી છે.

જેમાં તા. ૧૪-૧૦-૨૦૨૧ સુધીમાં જામકંડોરણા અને જેતપુર તાલુકામાં ૧૮ પ્લસ વયજુથના તમામ નાગરીકોને પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. લોધીકામાં અને પડધરી તાલુકામાં ૯૯ ટકાથી વધુ, ધોરાજીમાં ૯૮.૬૯ ટકા, રાજકોટ ગ્રામ્યમાં ૯૬.૨૨ ટકા, કોટડાસાંગાણી તાલુકામાં ૯૫.૭૮ ટકા, ગોંડલ તાલુકામાં ૯૪.૩૨ ટકા, ઉપલેટામાં ૯૨.૫૮, જસોદણ તાલુકામાં ૯૦ તથા વિંછીયા તાલુકામાં ૭૯.૯૮ ટકા ૧૮ પ્લસ વય જુથના નાગરીકોને રસીકરરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. જયારે ૪૭.૩૯ ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયેલ છે.
તેજ રીતે રાજકોટ જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં કુલ ૨,૭૮,૩૮૦ ૧૮ પ્લસ વયજુથના લાકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. આમ  પાંચ નગરપાલિકા વિસ્તારમાં ૮૭.૮૦ ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ લગાવાઇ ગયેલ છે. જયારે ૫૭.૩૧ ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયેલ છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

(6:55 pm IST)