Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ફનવર્લ્ડ તમામ નિયમોના પાલન સાથે આવતીકાલથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે

રાજકોટ : શહેરનું સુપ્રસિધ્ધ ફનવર્લ્ડ હવે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા તેમજ કલેકટરશ્રી રાજકોટની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે, કોવિદ-૧૯ ના ઉપદ્રવ સામે, મુલાકાતીઓની સંપૂર્ણ સુરક્ષા જળવાય તે પ્રકારની સંપૂર્ણ તૈયારીઓ સાથે તા. ૧૮ સાંજે ૪ વાગ્યાથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

પાર્ક માત્ર પ૦ ટકાની કેપેસીટીથી ચલાવવામાં આવશે અને તેથી જે મુલાકાતીઓ એમ્યુઝમેન્ટ રાઇડસ માટે આવશે તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેઓ પ્રવેશમાંથી જ રાઇડસ સાથેની ટિકીટ ખરીદશે, જેથી મુલાકાતીઓ વધુને વધુ રાઇડસનો આનંદ માણી શકે. પાર્કમાં પ્રવેશ માટે માસ્ક પહેરવું જરૂરીયાત છે, તે પહેર્યા વગર પ્રવેશ આપવામાં નહિ આવે. મુખ્ય પ્રવેશદ્વાર પર જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે, તેમજ હાથ સેનીટાઇઝ કર્યા પછી જ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક રાઇડસ સમયાંતરે સેનીટાઇઝ કરવામાં આવશે. રાઇડસમાં લાઇનમાં પ્રવેશ સમયે તેમજ રાઇડસમાં બેસવામાં સોશિયલ ડીસ્ટન્સ જાળવી બેસાડવામાં આવશે. દરેક રાઇડસમાં સેનીટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)