Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

લક્ષ્મીવાડી મેઇન રોડ રીપેરીંગ સહિતના પ્રશ્નો ઉકેલવા લોકસંસદ વિચાર મંચની રજુઆતો

પડતર અરજીઓ અંગે મ્યુ. કમિશ્નર સાથે બેઠક યોજતાં સંસ્થાના ગજેન્દ્રસિંહ ઝાલા, યુનુસ જુણેજા, ધીરૂભાઇ ભરવાડ

રાજકોટ, તા. ૭ :  લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, યુનુસભાઇ જુણેજા, ધીરૂભાઇ ભરવાડની સંયુકત યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર લાંબા સમયથી રૂબરૂ મુલાકાત ટાળતા હોય જે અંગે રૂબરૂ મુલાકાત માટે આગેવાને કોરોના રીપોર્ટ કરાવી નેગેટીવ રીપોર્ટ સાથે કમિશ્નરની રૂબરૂ મુલાકાત માંગી હતી. આથી કમિશ્નરે ગઇકાલે સમય ફાળવતાં ઉપરોકત પ્રતિનિધિ મંડળે કમિશ્નરની રૂબરૂ મુલાકાત કરી તુમારોના નિકાલ અને લોક સમસ્યા હલ કરવા અંગે  લેખીતમાં રજુઆતો કરી હતી અને કમિશ્નર મેયરશ્રીને લક્ષ્મીવાડી રોડ પર સાયકલ  ચલાવવા વિનંતી કરી હતી. આ રસ્તો હાડપીંજર અને ખખડધ્વજ ખાડા ખબડાંવાળો બનેલ છે જ.

લક્ષ્મીવાડી મેઇન રોડ વોર્ડ ૧૪ ના મુખ્ય માર્ગમાનો એક લક્ષ્મીવાડી મેઇન રોડ ડી.આઇ. પાઇપ લાઇનને પગલે અત્યંત બિસ્માર થયેલ છે. ત્રણેક વર્ષથી મસમોટાં ખાડાઓ અને હાડપીંજર સમાન આ રસ્તો ખબડધજ થયો છે. ગોકળગાયની ગતિથી ડી.આઇ. પાઇપ લાઇનના ચાલતા કામકાજને પગલે હાલ આ રસ્તાનું ડામર કામ ખોરંભે પડેલ છે. તેવી રજુઆત કરતા કમિશ્નરે યોગ્ય કરવા ખાત્રી આપેલ.

(3:44 pm IST)