Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

યુનિવર્સિટી રોડ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી સુરજ નેપાળી ભગાડી ગયો : અપહરણનો ગુનો

રાજકોટ,તો ૧૭: યુનિવર્સિટી રોડ પર રહેતી નેપાળી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી નેપાળી શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર રહેતી ૧૫ વર્ષની સગીરા તેની કૌટુંબીક બહેન સાથે ગત તા. ૬ના રોજ યુનિવર્સિટી રોડ પર આવેલી એક દુકાનમાં સફાઇ કામ કરવા માટે ગઇ હતી સફાઇ કરવા માટે બંને સર્ફ પાઉડર લેવા માટે ગઇ હતી. બાદ ૧૫ વર્ષની સગીરા તેની કૌટુબીક બહેનને 'હું હમણા આવું છું. કહીને નીકળ્યા બાદ પરત ન આવતા કૌટુંબીક બહેને ઘરે જઇને તેના માતા પિતાને વાત કરતા સગીરાની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન નેપાળના બેલાપુરના ચમાગામનો હાલ યુનિવર્સિટી રોડ પર મેટ્રો રેસ્ટોરન્ટમાં કામ કરતો સુરજ નરેન્દ્ર બહાદુર રહી બહાદુર નેપાળી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ખબર પડતા સગીરાના પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ. વાળાએ તપાસ હાથ ધરી છે

(3:29 pm IST)