Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ રોડ વિસ્તારમાં પાણી નહી મળતા ગૃહિણીઓમાં દેકારો

અવાર-નવાર પાણીના ધાંધિયા : વિપક્ષી નેતા મનસુખ કાલરિયાને રજૂઆત

રાજકોટ તા. ૧૭ : વોર્ડ નં.૧૦માં આજે ન્યારી હેડવર્કનો વાલ્વ ખરાબ થઇ જવાથી પાણી વિતરણ ન થયુ, એ પુષ્કરધામ રોડ ઉપરના વિસ્તારોની ગૃણીઓમાં દેકારો.

આજરોજ સવારથી કાલાવડ રોડ થી પુષ્કરધામ રોડ ઉપરના વિસ્તારો વિમલનગર, હાઉસીંબોર્ડ, પુષ્કરધામ, આલાપ એવન્યુ, તોરલપાર્ક મેઇનરોડ વગેરેમાં મનપાનુ પાણી વિતરણ ન થતા અથવા સાવ ધીમુ પાણી મળતા કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાને ફરીયાદો મળેલ.કોર્પોરેટર કાલરીયા વિસ્તારોમાં રુબરૂ જતા ગૃહિણીઓએ પાણી ન મળવા બાબતે આક્રોશ પુર્વક રજુઆતો કરેલ.

કાલરીયાએ લગત વોર્ડ એન્જીનીયર, મદદનીશ ઈજનેર વગેરેનો સંપર્ક કરતા જાણવા મળેલ કે ન્યારી હેડવર્કનો વાલ્વ ખરાબ થઈ જવાથી વિતરણ ખોરવાયેલ છે, વોટર વર્કસ શાખાના ઈજનેરો રીપેરીંગની કામગીરી કરે છે, કયારે કામગીરી પુર્ણ થશે એ નકકી નથી.

લાંબા સમયથી ધીમા પાણીની ફરીયાદો છતાં ઉકેલ આવતો નથી ઉપર જતા પાણીકાપ અપાય છે ત્યારે ગૃહીણીઓએ મેયરશ્રીને યોગ્ય કરવા વિનંતિ કરી છે.

(3:25 pm IST)