Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સ્વદેશી અને રાષ્ટ્રવાદી પાંચ ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા કાલે એક સાથે શપથવિધિ સમારોહ

જય વસાવડાનું વકતવ્ય, કોરોના વોરીયર્સનું સન્માન : સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારી નિયમોના પાલન સાથે યોજાશે કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૭ :  સ્વદેશી અને રાષ્ટ્રવાદી પાંચ ઇન્ડિયન લાયન્સ કલબની કાલે એક સાથે બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસ ખાતે શપથવિધિ યોજાશે. આ તકે કોરોના વોરિયર્સ જેનું ડોકટર પોલીસ અને શિક્ષકનું જય વસાવડાની હાજરીમાં સન્માન કરવામા આવશે જે તમામ ઇંડિયન લાઇન્સના મેમ્બર છે. ડો. જયોતિબેન હાથી ડો. સંજયભાઇ દેસાઇ, ડો. મનીષભાઇ મેતા, ડો. ધવલભાઇ કરોરિયા, ડો. મિતેશકુમાર ભંડેરી, ડો. હરેશ ભાડોશીયા, ડો. જયેશભાઇ કતિરા, ડો. દિનેશભાઇ ચૌહાણ, ડો. જયંતિબેન બુચ, ડો. સરોજબેન કંટારયા, ડો. શારદાબેન પાંચાણી, ડો રશ્મિબેન કરોરિયા, ડો. ભારતીબેન કાપડિયા, ડો. ધરતીબેન ચાવડા, ડો. હિરલબેન ભાડોશીયા, ડો. મધુરીકાબેન મિસ્ત્રી, ડો. જાગૃતિબેન મેતા, ડો. રીટાબેન ચૌહાણ, શ્રી વનરાજસિંહ ઝાલા, ગુજરાત રાજયના શિક્ષક એવોર્ડ વિજેતા વનિતાબેન રાઠોડ.

આ તકે ગાંધીનગરથી ઇંડિયન લાઇન્સ નેશનલના પેટ્રન એવા શ્રી હિતેશભાઇ પંડયા હાલ મુખ્યમંત્રી શ્રીના મુખ્ય જન સંપર્ક અધિકારી તરીકે જવાબદારી બજાવે છે. તેઓના ધર્મપત્ની ઇંડિયન તેમજ અક્ષયભાઇ ઠક્કર પાસ્ટ નેશનલ વાઇસ ચેરમેન, અજયભાઇ ભટ્ટ પાસ્ટ નેશનલ વાઇસ ચેરમેન, શ્રીમતીદર્શનાબેન ભટ્ટ ઇંડિયન લયોનેસ ડેવલોપમેન્ટ, પ્રફુલભાઇ સોની ટ્રસ્ટી, શ્રીમતિ પ્રિયાબેન સોની, નિરૂપમાબેન વગડિયા નેશનલ કોર્ડિનેટર, દીપિકાબેન દવે ઇંડિયન લાઇન્સ સખીના પાસ્ટ પ્રેસિડેન્ટ, શિલ્પાબેન દેસાઇ નોર્થ સેકટર કો. ઓર્ડિનેટર, ભાર્ગવભાઇ દવે સેન્ટ્રલ સેકટર કોર્ડિનેટર અને ઓલ્ડ પાદરા વડોદરા, વનરાજભાઇ ગરૈયા ટ્રસ્ટી હાજરી આપશે. રાજકોટમાં ઇંડિયન લાઇન્સ વાઇબ્રન્ટના પ્રમુખ તરીકે હસુભાઇ કાચા, ઇંડિયન લાઇન્સ અચિવર્સના પ્રમુખ તરીકે વનિતાબેન રાઠોડ, ઇંડિયન લાયોનેસ ઉડાનના પ્રમુખ તરીકે નીતાબેન કામદાર, ઇંડિયન લાઇન્સ ફ્રેંડસના પ્રમુખ તરીકે ગિરાબેન માંકડ તથા ઇંડિયન લીયો રાઇસિંગ સ્ટારના પ્રમુખ તરીકે વેદાંશી ચાવડા પોતાની ટિમ સાથે પદ ગ્રહણ કરશે.સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરીને સોશ્યિલ ડીસ્ટન્સ જાળવીને સમારોહ યોજાશે. આ તકે શ્રી જયભાઇ વસાવડા પ્રવચન આપશે.

(2:47 pm IST)