Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

૧૦ મીનીટ ફાળવો : ડેન્ગ્યુ ભગાવો : 'હેલ્ધી દિવાળી' ઉજવો

આપના ઘર-ઓફીસ કે કામગીરીના સ્થળે ૧૦ દિવસ માટે સવારે ૮થી ૧૦ દરમિયાન મચ્છર ઉત્પતિના સ્થળોની સફાઇ કરી શહેરને મચ્છર મુકત કરવા સંકલ્પ કરીએ : મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની અપીલ

રાજકોટ,તા.૧૭: ચોમાસાની વિદાય બાદ, હાલમાં વાહકજન્ય એટલે કે ચેપી 'એડીસ મચ્છર' ના ઉત્પતિ સ્થાનો વધાવાથી ડેન્ગ્યુંના કેસો વિશેષ જોવા મળે છે. ડેન્ગ્યું માટે જવાબદાર એડીસ મચ્છરોની ઉત્પતિ સ્થાનો વધાવાથી ડેન્ગ્યું કેસો વિશેષ જોવા મળે છે. ડેન્ગ્યું માટે જવાબદાર એડીસ મચ્છરોની ઉત્પતિ ચોખ્ખા, છીછરા અને ૭ દિવસથી વધારે સ્થિર પાણીમાં ઇંડા મુકયા બાદ ૮ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે. ત્યારે વિક્રમ સવંત ર૦૭પની હેલ્ધી દિવાળીની ઉજવણી કરવા શહેરેજે મચ્છરો મુકત બનાવ્યા શહેરીજનો સંકલ્પ કરે તેના અમલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સતાવાટ યાદીમાં જણાવ્યા પ્રમાણે

 ડેન્ગ્યું ચેપ ગ્રસ્ત માણસને એડીસ મચ્છર કરડે ત્યારે માદામાં આરર્બોવાઇરસ પ્રવેશે છે. ડેન્ગ્યું માટે DEN-1, DEN-2, DEN-3 તથા DEN-4 આ પ્રકાર ના વાઇરસ જવાબદાર છે.

 એડીસ માદા મચ્છરો સૂયોદય પછી અને સૂર્યોદય પહેલા ૨ કલાકમાં વધારેમાં વધારે કરડે છે.

 અડીસ મચ્છર માનવ ઉચ્છવાસમાં ઉત્પન્ન થતાં  કાર્બન ડાયોકસાઇડને પારખી નજીકમાં જીવિત લોહીને પરખે છે. અને એડીસ મચ્છર જે વ્યકિતને કરડવાના છે. તેને પાછળથી આવીને કરડે છે.

 એડીસ મચ્છર કોની તથા ઘુંટણથી નીેચેના ભાગે વધારેમાં વધારે વાર કરડે છે. એક મચ્છર આજુ-બાજુના ઘણા વ્યકિતઓને કરડે છે

 એડીસ મચ્છર દિવસ દરમ્યાન ઘરમાં,ઓફિસમાં અંધારભેજ વાળી જગ્યા અથવા બખોલમાં રહે છે.

 આ મચ્છરો ઘર, ઓફીસ, શાળા કામગીરીના સ્થળે જ ઉત્પન્ન થતા હોવાથી અને ૧૦૦ મીટરથી વધારે ઉંચે જઇ શકતા ના હોવાથી જે તે ઘર, ઓફીસ, શાળામાં રહેતા લોકોને માટે જોખમરૂપ છે.

 આ મચ્છરો ઓફીસ સમય દરમ્યાન કરડતા હોવાથી તેને 'ઓફીસ મોસ્કયુટો' પણ કહેવાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, વિક્રમ સવંત ર૦૭પની 'હેલ્ધી' દિવાળીની ઉજવણી કરવા માટે ઘરની સઘન સફાઇ સાથે ઘર તથા ઘરની આજુબાજુના મચ્છર ઉત્પતિના સ્થાનોને નાબુદ કરી, મચ્છર મુકત વિક્રમ સવંત ર૦૭૬નો સંકલ્પ કરીએ. ૧૦ દિવસ, ૧૦ મિનિટ, ૧૦ મીટરમાં, ૧૦ જગ્યાએ મચ્છર ઉત્પતિ સ્થાનોની ચકાસણી તથા નાશ કરીએ. આજથી ૧૦ દિવસ સુધી આ કામગીરી રાજકોટના દરેક ઘર, ઓફીસ તથા કામગીરીના સ્થળે કરીએ. દરરોજ આ કામગીરી સવારના ૧૦ વાગ્યે, ૧૦ મિનિટ માટે કરીએ. ઘર તથા આજુબાજુના ૧૦ મીટરના વિસ્તારમાં નીચે દર્શાવેલ એડીસ મચ્છરના ૧૦ ઉત્પતિ કેન્દ્રો ચકાસીએ અને તેનો નાશ કરીએ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક શહેરીજનોને વિનંતી છે કે ૧૦ દિવસ, ૧૦ વાગ્યે, ૧૦ મીનીટ, ૧૦ મીટરના વિસ્તારમાં ૧૦ જગ્યાએ આ કામગીરી કરીએ. હેલ્ધી દિવાળીના સંકલ્પને સાર્થક કરીએ.

(3:56 pm IST)