Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કાલે મ્યુ.કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર નોંધણી સેવા બંધ

રાજકોટ,તા.૧૭:   યુ.આઈ.ડી આધાર નોંધણી તથા આધારમાં સુધારા-વધારાની કામગીરી મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ વેસ્ટ ઝોન, ૧૫૦ ફુટ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે ચાલુ છે.

જે અંતર્ગત આવતી કાલે તા.૧૮ શુક્રવારનાં રોજ વોર્ડ નં.૩, ૫ તથા ૮ ખાતે સેવાસેતુમાં આધાર કેન્દ્રોની વ્યવસ્થા કરેલ હોવાથી તે દિવસે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નોંધણી લગત તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારશ્રીની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ પાંચમાં તબ્બકાના કાર્યક્રમ અંતર્ગત તા.૧૮ શુક્રવારનાં રોજ વોર્ડ નં.૩-ભાટીયા બોર્ડીંગ, રેલ્વે જંકશન સામે, વોર્ડ નં.૫ -અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ તથા વોર્ડ નં.૮-રા.મ્યુ.કો. સાર્વજનિક પ્લોટ, અમીન માર્ગ છેડે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આયોજીત સેવાસેતુમાં આધાર કેન્દ્રોની વ્યવસ્થા કરેલ છે અને સ્થળ ખાતે આધાર નોંધણી લગત કામગીરી ચાલુ રહેશે.

(3:42 pm IST)