Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગોંડલમાં ગાંજા અને ચરસના જથ્થા સાથે યાસ્મીન પકડાઇઃ એસઓજીનો દરોડો

રાજકોટ, તા., ૧૭: ગોંડલમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજા અને ચરસના જથ્થા સાથે મેમણ મહિલાને ઝડપી લીધી હતી.

ગોંડલમાં મોવૈયા રોડ, પશુ દવાખાના પાસે, હુસેની મસ્જીદની બાજુમાં રહેતી યાસ્મીનબેન રફીકભાઇ જાંબુડીયા (મેમણ)  ગાંજાનું વેચાણ કરતી હોવાની બાતમી મળતા રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીએ રેઇડ કરી ઉકત મહિલાની ગાંજાનો જથ્થો ૧ કિલો ર૦ ગ્રામ  કિંમત ૧ર,૭૪૦ તથા ચરસ જેવો માદક પદાર્થનો જથ્થો પ૦ ગ્રામ કિંંમત પ૦ હજાર મળી કુલ ૬ર,૭૪૦ના જથ્થા સાથે ઝડપી લીધી હતી. પકડાયેલ યાસ્મીન આ ગાંજો તથા ચરસનો જથ્થો કયાંથી લાવી હતી અને કોને કોને વેચાણ કરતી હતી? તે અંગે તેની વધુ પુછપરછ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી રૂરલ એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, સંજયભાઇ નિરંજની, જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાંધલ, મયુરભાઇ વીરડા, સાહીલભાઇ ખોખર તથા મહિલા લોકરક્ષક ઇલાબા જાડેજા સહીતના સ્ટાફે કરી હતી.

(3:40 pm IST)