Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આજી જીઆઇડીસીમાં સૌથી વધુ વોટર પોલ્યુશન ગ્રીન ટ્રીબ્યુનલની મળેલ મીટીંગમાં તારણઃ હવે સ્થળાંતર એ જ વિકલ્પ

કલેકટરે આપેલો નિર્દેશઃ લીઝ પણ પૂરી થઇ છેઃ વોટર પોલ્યુશન હાયર કેટેગરીમાં હોવાનો સંકેત...

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં નિર્દેશ આપ્યો હતો કે, આજી જીઆઇડીસીમાં સૌથી વધુ વોટર વોલ્યુશન હોવાનું તારણ નીકળ્યું છે.

ગઇકાલે ગ્રીન ટ્રીબ્યુલનની કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ હતી, જેમાં નગરપાલીકાના ચીફ ઓફીસર, જીઆઇડીસીના અધિકારી, શાપર-વેરાવળ એસો. ના પ્રમુખ-અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

આજી જીઆઇડીસીનું વરસાદી પાણી નદીમાં જાય છે, તે ન જાય તે માટે સુએઝ ટ્રીટમેન્ટનું કહેવાયું હતું. અગાઉ નોટીસો પણ અપાઇ છે, વોટર પોલ્યુશન હાયર કેટેગરીમાં આવતુ હોય, સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન અંગે ખાસ ચેતવણી અપાઇ હતી છતાં યોગ્ય કરાયું નથી.

મીટીંગમાં એવી પણ ચર્ચા થઇ હતી કે, આજી જીઆઇડીસીની લીઝ પુરી થઇ ગઇ છે, વોટર પોલ્યુશન રાજકોટની પ્રજા માટે ડેન્જર બની રહ્યું છે, આથી આ જીઆઇડીસીનું મેટોડા અથવા તો અન્યત્ર સ્થળે સ્થળાંતર એ જ વિકલ્પ રહ્યો છે, હાલ એવો વિકલ્પ છે, સરકારમાં દરખાસ્ત મોકલાય, ફાઇનલ થાય બાદ નિર્ણય લેવાશે.

(3:34 pm IST)