Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

એઇમ્સ અંગે દિવાળી બાદ સીએમના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્પે. બેઠક

રાજકોટ આવેલા કમીશ્નરે DPR-પાણી-બ્રીજ-વીજળી અંગે વિગતો જાણી..

રાજકોટ તા. ૧૭ :.. એઇમ્સ અંગે રાજકોટ કલેકટરે ઉમેર્યુ હતું કે, તેની કામગીરીની તૈયારીઓ ચાલી રહી છે, અને દિવાળી બાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અને પ્રિન્સીપલ આરોગ્ય સચિવની હાજરીમાં સ્પે. મીટીંગ યોજાશે.

ગઇકાલે રાજકોટ આવેલા આરોગ્ય કમિશનર શ્રી શીવહરેએ ઉમેર્યુ હતું કે, એઇમ્સ અંગે નકશો બને, ડીપીઆર ફાઇનલ થાય, પાણી સ્ટોરેજ, બ્રીજ, વિજળી, ડીઝાઇન, એસ્ટીમેન્ટ, સ્પે. વીજ સબ સ્ટેશન વિગેરે અંગે દિવાળી બાદ ખાસ  બેઠક યોજાશે, અને તેમાં દિલ્હીના અધિકારીઓની હાજરીમાં ફાઇનલ કરાશે.

(3:33 pm IST)