Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આજી ડેમ ચોકડી પાસેથી નામચીન ઈમ્તીયાઝ ઉર્ફે લાલો દારૂ પી કાર હંકારતો પકડાયો

રાજકોટ, તા. ૧૭ :. આજી ડેમ ચોકડી પાસેથી દારૂ પી કાર લઈને નિકળેલા નામચીન શખ્સને આજી ડેમ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એસ. પટેલ, હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઈ ભીંસડીયા, મહેન્દ્રભાઈ, કુલદીપસિંહ તથા શૈલેષભાઈ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દારૂ પી જીજે ૧૧ બીએચ ૩૧૩ નંબરની એકસ.યુ.વી. કાર લઈને નિકળેલા નામચીન ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમા (ઉ.વ. ૨૮) (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી-૪)ને પકડી લીધો હતો. તે હથીયાર, મારામારી સહિત ડઝનેક ગુન્હામા સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ છે.

(3:32 pm IST)