Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ખોડીયાર સોસાયટી પાસેથી ફ્રન્ટી કારમાંથી દારૂની ૬૦ બોટલ સાથે પરેશ કાસોરા પકડાયો

ભકિતનગર પોલીસે કારનો પીછો કરી સુથાર શખ્સને દબોચ્યો : અંકીત ઉર્ફે કાળીયાની શોધખોળ

રાજકોટ, તા. ૧૭ : પચ્ચાસ ફુટ રોડ પર ખોડીયાર સોસાયટીમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કરી તેને ઝડપી લઇ કારમાંથી દારૂની ૬૦ બોટલ સાથે સુથાર શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, સલીમભાઇ, વિક્રમભાઇ, મહેન્દ્રસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ તથા હિતેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે નંદા હોલ પાસેથી એક ફ્રન્ટીકાર દારૂ ભરીને નિકળવાની છે તેવી રણજીતસિંહ અને વાલજીભાઇને બાતમી મળતા સ્ટાફ સાથે વોચમાં હતાં ત્યારે એક જીજે-૩-એબી-૬૮પ૧ નંબરની ફ્રન્ટી કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવતા પોલીસે તેનો પીછો કરી પ૦ ફૂટ રોડ ખોડીયાર સોસાયટી પી. પટેલ પાન સામથી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂ. ૩૦ હજારની કિંમતની દારૂની ૬૦ બોટલ મળી આવતા ચાલક પરેશ પ્રવિણભાઇ કાસોરા (ઉ.વ.૩પ) (રહે. મોરારીનગર શેરી નં.૩) ને પકડી લીધો હતા. તેની પૂછપરછ કરતા અંકીત ઉર્ફે કાળીયો હાંડાની શોધખોળ આદરી છે.

(3:31 pm IST)