Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પતિએ પત્નિ પાસેથી સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી નામંજુર

રાજકોટ તા.૧૭: પતીએ કરેલ બાળકની કસ્ટડી મેળવવાની દાવા અરજી નામંજુર કરતો ફેમીલી કોર્ટ આદેશ કર્યો હતો.

આ કેસની ટુંક વિગત એવી છે કે અત્રે રાજકોટ મુકામે રહેતા કેતનભાઇ નાનજીભાઇ કણસાગરા (પતી) એ ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ વીગેરે કલમો મુજબ સગીર પુત્ર દર્શનો કબ્જો મેળવવા રાજકોટ રહેતા તેમના પત્ની રીમાબેન કેતનભાઇ કણસાગરા વીરૂધ્ધ રાજકોટ ફેમીલી કોર્ટ સમક્ષ કરેલ હતી.

ઘણા સમયથી પતી-પત્ની વચ્ચે ભરણપોષણ તેમજ અન્ય લીટીગેશન ચાલુ હોવાથી પતીએ પોતાની પત્ની પાસેથી સગીર બાળકને કબ્જો મેળવવા સદર કેસ કરેલ જેમ પત્નીને નોટીસ મળતા તેઓ તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત કોર્ટમાં હાજર થયેલ ત્યારબાદ દાવા અરજીનો વીગતવાર જવાબ રજુ કરેલ હતો. સદર કેસમા બાળકની કસ્ટડી મેળવવા વીકલ્પે સગીર સંતાનને મળવા વીઝીટેશન રાઇટ આપવા માટે દાદ માંગેલ હતી.

સામાવાળા/પત્નીના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહૃય રાખી ફેમીલી કોર્ટએ અરજદાર/પતીની સગીર બાળકની કસ્ટડી મેળવવાની દાવા અરજી નામંજુર કરેલ માત્ર વીઝીટેશન હકક આપવા તેવો હુકમ પતી વિરૂધ્ધ ફરમાવેલ હતો. આ કેસમાં સામાવાળા/પત્ની રીમાબેન કેતનભાઇ કણસાગરા તરફે પી એન્ડ લો ચેમ્બરના વિદવાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા,વંદના એચ.રાજયગુરૂ, અમીત વી.ગડારા,કેતન જે.સાવલીયા,ભાર્ગવ જે. પંડ્યા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, રોકાયેલ હતા.

(3:30 pm IST)