Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શનિ-રવિ શ્રી મણિભદ્ર દિવાલી બાઝાર

આ દિવાળીનો સંકલ્પ 'શોપિંગ હવે ઓફલાઈન, સંબંધો રહે ઓનલાઈન : પૂ.યશોવિજયસુરીજી મ.સા. 'શાંતિ-સમૃદ્ધિ સરનામુ' વિશે પ્રવચન આપશે, મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્ત્રોતના સમૂહ જાપ કરાવશે : ઓટો મોબાઈલ, ઈલેકટ્રોનિક, જેન્ટ્સ - લેડીઝવેર - હેન્ડીક્રાફટ, ઈમીટેશન જવેલરી સહિત તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મળી શકશે : જાહેર જનતા લાભ લ્યે

રાજકોટ, તા. ૧૭ : છેલ્લા થોડા સમયથી ઓનલાઈન પોર્ટલ પર ખરીદીનું પ્રમાણ વધ્યું છે. જેના પરિણામે સ્થાનિક સ્તરે કે ગૃહ ઉદ્યોગ સ્વરૂપે વ્યવસાય કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાની બુમરાણ છે. ત્યારે એક જ સ્થળે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધવાનાઙ્ગ ઉદાહરણરૂપે આ.ભ.પ.પૂ. યશોવિજયસૂરિશ્વરજી ના આશીર્વાદ અને પ્રેરણાથી આગામી તારીખ ૧૯ અને ૨૦ ઓકટોબર શનિ અને રવિવારના રોજ સવારે ૧૧ થી રાત્રે ૧૧ બે દિવસીય 'શ્રીમાણિભદ્ર દિવાલી બાઝાર'નું આયોજન એસી બેન્કવેટ હોલ, હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ પાસે કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અપાતી પ્રેરણા મુજબ સૌ કોઈ પોતાના હુન્નર, કલા અને વ્યવસાય વડે આર્થિક વૃદ્ઘિ કરી શકે તે માટે સોશ્યલ એન્ટરપ્રેનીયોરશીપના ભાગરૂપે સૌના ઉત્થાન અને સૌના વિકાસના ઉદેશ્ય સાથે યોજાયેલા આ એકઝીબીશનનું શનિવારે સવારે ૧૧ વાગ્યે રીબીન કાપીને ઉદ્દઘાટન મેયર શ્રીમતી બીનાબેન આચાર્યના હસ્તે થશે, અતિથિવિશેષપદે, જાણીતા યુવા ઉદ્યોગપતિ રાજુભાઈ કેસ્ટ્રોલ ,જાણીતા જૈન અગ્રણીજયોતીન્દ્રભાઈ મહેતા ડો.મેહુલ રૂપાણી,કલ્પકભાઈ મણિયાર, જીતુભાઈ ચાવાળા ઉપસ્થિત રહેશે.

એ પહેલાં શનિવારે સવારે સાડાનવ થી સાડા દસ સુધી આ જ સ્થળે હોટલના પ્રાંગણમાં પ.પૂ.આ.ભ. યશોવિજયસૂરીજી મ.સા. દ્વારા શાંતિ-સમૃદ્ઘિનું સરનામું વિષય પર પ્રવચન આપવામાં આવશે. ત્યારબાદ પ્રેકટીકલ પ્રયોગરૂપે નવકારના કવચમાં મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રના સમૂહ ભાષ્ય જાપ કરાવવામાં આવશે. જાપમાં બેસનારા ભાગ્યશાળીઓને ઉવસગ્ગહરં યંત્રઅને વાસક્ષેપ આયોજકો તરફથી આપવામાં આવશે.

આ દિવાળીનો સંકલ્પ 'શોપિંગ હવે ઓફલાઈન સંબંધો રહે ઓનલાઈન જેવા સૂત્ર સાથે યોજાયેલા આ એકઝીબીશનમાં સવારે ૧૧થી રાત્રે ૧૧ સુધી જાહેર જનતા કોઈ પણ જાતની પ્રવેશ ફી ચૂકવ્યા વિના લાભ લઈ શકશેઙ્ગ અને એક જ સ્થળેથી+સ્વીટસ,નમકીન,ઓટોમોબાઈલ, ઈલેકટ્રોનિકસ,લેડીઝવેર,જેન્ટસવેર, કીડ્ઝવેર, ફૂડ પ્રોડકટ્સ-ગૃહ ઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેટિવ આઈટમ્સ, ગિફ્ટ આર્ટીકલ, ઇમીટેશન જવેલરી, લાઈફ સ્ટાઇલ આઈટમ, દિવાલી આઈટમ, સર્વિસીઝ વગેરે વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્ત્।ા સાથે મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે આયોજકો દ્વારા આ પહેલા બે વખત શ્રી માણિભદ્ર બિઝનેસ બાઝારનું આયોજન કરાયું હતું. જેમાં નવોદિત વેપારીઓ, ગૃહિણીઓને વ્યવસાય વૃદ્ઘિ માટેના પ્રયત્નો કરાયા હતા.બંને એકઝીબીશનને સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિસાદ મળ્યો હતો. જાહેર જનતાને વિનંતી કરાઈ છે કે શોપિંગ હવે ઓફલાઈન, સંબંધો રહે ઓનલાઈન એકિઝબિશન ની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજન ને જૈન અગ્રણીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ, એડવોકેટ કમલેશભાઈ શાહ, અનિલ ભાઈ દેસાઈ , પિયુષભાઈ શાહ, મધુભાઈ ખંધાર , મિલનભાઈઙ્ગ કોઠારી, અમીનેષ ભાઈ રૂપાણી ,જીતુભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી , ડોલરભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, ગીરીશભાઈ મહેતા, હેમલભાઈ મહેતા, નિલેશભાઈ શાહ, જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા, મહિલા અગ્રણી વીણાબેન શેઠ, યોગના બેન મહેતા, અમીબેન દોશી અને જયશ્રીબેન શાહે,શુભેચ્છા પાઠવી છે.

સ્ટોલ બુકિંગ તથા વધુ માહિતી માટે આયોજકો મનીષ પારેખ ૯૯૭૪૦-૯૦૭૦૯ અને ગૌરવ દોશીનો ૮૮૨૦૦-૯૯૯૯૯ પર સંપર્ક કરવો. તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વશ્રી રાજેશભાઈ સંઘવી, પરેશભાઈ દફતરી, આશિષભાઈ શેઠ, પ્રતિકભાઈ મોદી, જયભાઈ મહેતા, મનીષ પારેખ અને ગૌરવ દોશી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૧)

ખૂબ જ પ્રેરક કાર્ય... તમારા ઘરની પુરાણી વસ્તુઓ મૂકી જાવઃ જરૂરીયાતમંદને ઉપયોગી બનશે

રાજકોટ : આ એકઝીબીશનમાં માત્ર વેચાણ જ નહીં પરંતુ સામાજિક સંવેદનાના ભાગરૂપે એક સ્ટોલ ગમતાના ગુલાલ સ્વરૂપે શાલીભદ્ર ભંડાર પણ રાખવામાં આવેલો છે. જેમાં કોઈ પણ વ્યકિત કોઈને પૂછ્યા/કહ્યા વિના ત્યાં સારા કપડા/વાસણો/વસ્તુઓ/સામગ્રીઓ રાખી/ લઇ જઈ શકશે. દિવાળીના સમયે જયારે લોકો પોતાના ઘરની જૂની પુરાણી વસ્તુઓને ત્યાગીને નવી વસ્તુ વસાવતા હોય ત્યારે જયારે અહીં નવી વસ્તુઓ ખરીદવા માટે આવે ત્યારે આ જ સ્થળે એ પોતાની જૂની વસ્તુઓ બીજાના ઉપયોગ માટે છોડી જઈ શકશે. ઉપરાંત માળા, મુહપત્ત્।ી, આસન જેવા ધાર્મિક ઉપકરણોનો એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે.

(3:28 pm IST)