Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સંતકબીર રોડ આંબાવાડી પાસેથી રમેશ દારૂની ૧૯ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા.૧૭ : સંતકબીર રોડ આંબાવાડી પાસેથી થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૯ બોટલ સાથે શખ્સને પકડી લેધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.ટી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.પરમાર તથા યુવરાજસિંહ અને રોહીતભાઇ કછોટ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે  બાતમીના આધારે સંતકબીર રોડ આંબાવાડી-ર પાસે દરોડો પાડી દારૂની ૧૯ બોટલ સાથે  રમેશ શામજીભાઇ માનસુરીયા (ઉ.૪૮) (રહે. આંબાવાડી-ર) ને પકડી લીધો હતો.

(3:23 pm IST)