Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મચ્છરજન્ય રોગચાળામાં દર્દીઓને મદદરૂપ થવા કોંગી કોર્પોરેટરો ખડેપગેઃ હેલ્પ લાઇન શરૂ

દર્દીઓનાં સગા-વ્હાલાઓ સીધો કોર્પોરેટરોનો સંપર્ક કરેઃ શહેર પ્રમુખ અશોક ડાંગર-વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની અપીલ

રાજકોટ તા. ૧૭ :.. શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાને નાબુદ કરવામાં મહાપાલીકાનુ તંત્ર વામણું પુરવાર થઇ રહયુ છે ત્યારે કોંગ્રેસનાં કોર્પોરેટરો દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે મદદરૂપ થવા ખડેગપે રહેશે અને આ માટે શહેર કોંગ્રેસે ખાસ હેલ્પ લાઇન શરૂ કરી હોવાનું શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર ત્થા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

તેઓએ જણાવ્યું છે કે આજરોજ રાજકોટ મહાનગરપાલીકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોની એક મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે એવું ઠરાવવામાં આવે છે કે રાજકોટમાં ડેન્ગ્યુના રોગે ભરડો લીધો છે અને લોકો પથારીવશ છે અમુક લોકોના મૃત્યુ થયા છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને રાજકોટના નગરસેવક તરીકે લોકો પ્રત્યેની લાગણીના હિસાબે કોંગ્રેસે એક હેલ્પલાઇન આજે શરૂ કરી છે. તેના અનુસંધાનમાં કોંગ્રેસના દરેક કોર્પોરેટરોએ અને નેતા, ઉપનેતા, દંડક, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય, સહિતના તમામે નકકી કર્યા મુજબ લોકોને મદદરૂપ બનવા આ હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. માટે દર્દીઓના પરિવારજનોએ કોર્પોરેટરોનો સીધો જ સંપર્ક સાધવા અનુરોધ છે.

હેલ્પ લાઇન ફોન નંબરની યાદી

વશરામભાઇ સાગઠીયા મો. ૯૮રપ૧ ૬પ૧૯૧, મનસુખભાઇ કાલરીયા મો. ૯૪ર૬૯ ૯૪૪પ૦, અતુલભાઇ રાજાણી મો. ૯૮૭૯૮ ૦૦૧૦૦, ઘનશ્યામસિંહ એ. જાડેજા મો. ૯૮ર૪ર ૦૦૦૭૧, ગીતાબેન પુરબીયા ૯૮૯૮૮ ૬૯૧૩૪, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા મો. ૭૬૯૮૦ ૦૩૦૦૬, દીલીપભાઇ આસવાણી મો. ૯૮રપર રર૧૦૦, સીમીબેન અનિલભાઇ જાદવ મો. ૯૯૧૩પ ૪૪૦૧૮, રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા મો. ૯પ૧૦૯ ૯૦૯૦૦, માલવી વસંતબેન મથુરભાઇ મો. ૯૯૯૮૯ ૯૪૩૮૧, પારૂલબેન વાસુરભાઇ ડેર મો. ૯૮૭૯૮ ૭૧૬૬૬, પરેશભાઇ હરસોડા મો. ૯૭૧૪૧ ૦૬૪રર, ઉર્વશીબેન સંજયભાઇ પટેલ મો. ૯૮૭૯પ ૮૬૬૬૪, જાડેજા ઉર્વશીબા કનકસિંહ મો. ૭૩પ૯૦ ૦૦૦૭૧, વિજયભાઇ વાંક મો. ૯૮ર૪પ ૮૦૯૮૦, સંજયભાઇ અજુડીયા મો. ૯૯૭૮૪ ૮૦૪પર,  જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર મો. ૯૭ર૩૦ ૮૮૮૮૮, રવજીભાઇ ખીમસુરીયા મો. ૯૮ર૪ર ૯૬૩૪૦, હેરભા માસુબેન રામભાઇ મો. ૯૮ર૪૦ ૭૯૯૩૩, સોરાણી ભાનુબેન પ્રવિણભાઇ મો. ૯૮ર૪ર ૦૭૯૩૬, મકબુલભાઇ દાઉદાણી મો. ૯૯ર૪૮ ૭૧૦૯ર, રસીલાબેન સુરેશભાઇ ગરૈયા-મો. ૮૦૦૦૦ ૦૦૯પ૧, સ્નેહાબેન બીપીનભાઇ દવે મો. ૯૪ર૬ર ર૬૯૦ર, વલ્લભભાઇ પરસાણા મો. ૯૯ર૪ર ર૦ર૦૮, હારૂનભાઇ ડાકોરા મો. ૯૭ર૩૯ ૩૮૩૦૩, ગાયત્રીબેન રસિકભાઇ ભટ્ટ મો. ૯૮૭૯પ રપરપ૬, ટાંક જયાબેન જયંતિલાલ મો. ૯૯રપ૦ ૬૯૩ર૭, ઘનશ્યામસિંહ જાડેજા-મો. ૯પ૭૪૪ ૦૦૦૯૦, મીનાબેન વલ્લભભાઇ જાદવ મો. ૯૯૦૯પ ૪૭૦૬૪, ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા મો. ૯૭ર૩૭ ૦૦૦૦૭, નિર્મળભાઇ મારૂ મો. ૯૭૧૪૯ પપપપપ, જયંતિભાઇ બુટાણી મો. ૯૯ર૪૧ ૪રપ૦૦, કોંગ્રેસ કાર્યાલય- ૦ર૮૧-રરર૧પર૬.

ઉપર તમામ કોર્પોરેટરો અથવા કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. 

(3:18 pm IST)