Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સરદારધામ (સૌરાષ્ટ્ર-ઝોન)ના કન્વીનર તરીકે રાજકોટના એડવોકેટ મહેન્દ્રભાઇ ફળદુની કન્વીનર તરીકે નિમણુંક

જાન્યુઆરીમાં પી.એમ. મોદીજીની હાજરીમાં યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમાં નવા ઉદ્યોગીક સાહસિકોને તૈયાર કરશે

રાજકોટ : રાજકોટ શહેરનાં સહકારી ક્ષેત્રનાં સીનીયર એડવોકેટ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ શ્રી મહેન્દ્રભાઇ ફડદુની સરદારધામ અમદાવાદનાં સૌરાષ્ટ્ર ઝોનનાં કન્વીનર તરીકે શ્રી ગગજીભાઇ સુતરીયા (પ્રમુખ સેવક), શ્રી જશવંતભાઇ પટેલ (મહામંત્રી), શ્રી એચ. એસ. પટેલ (આઇએએસ), સીઇઓ સરદારધામ અમદાવાદ દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.

શ્રી મહેન્દ્રભાઇ ફડદુની સરદારધામ, અમદાવાદનાં સૌરાષ્ટ્ર ઝોનનાં કન્વીનર તરીકે નિમણુંક થતા વિવિધ સંસ્થાઓ દ્વારા તથા તેમના વિશાળ લોકચાહકો દ્વારા તેમના ઉપર શુભેચ્છાઓ પાઠવેલ છે.

સરદારધામ અમદાવાદ દ્વારા જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવેલ છે, તેમાં રર દેશના પ્રતિનિધીઓ હાજરી આપશે, વડાપ્રધાન મોદીજી ઉદઘાટન કરશે, પાટીદાર સમાજને એક કરવો, બિઝનેસમાં સહયોગી બનવું, નવા ઉદ્યોગ સાહસીકો તૈયાર કરવાનો ધ્યેય છે. આ સમીટ એક લાખ ચોરસ મીટર જગ્યામાં ૧૪ મોટા ડેમમાં જુદા જુદા સેકટરનાં પ્રદર્શનનું આયોજન કર્યુ છે અને સાત લાખથી વધુ લોકો તેની મુલાકાત લ્યે તેવું પ્લાનીંગ છે અને રર હજારથી વિશેષ પ્રતિષ્ઠીત વ્યાપાર-ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહેશે.

મહિલા ઉદ્યોગ સાહસીકોને સ્ટોલમાં ખાસ પ૦ ટકા વળતર અન્ય સમાજના ઉદ્યોગપતિઓને પણ ૧૦ ટકા સ્ટોલની ફાળવણી અને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ આપવા સહિતનું સુંદર આયોજન સરદારધામ, ગાંધીનગર મુકામે કરી રહેલ છે.

અમદાવાદમાં સરદારધામમાં ૧૦૦૦ બોયઝ અને ૧૦૦૦ ગર્લ્ઝ ઉમેદવારો રહી શકે તેવી હોસ્ટેલ થઇ રહેલ છે જે રરપ કરોડના ખર્ચે થાય છે.

અખંડ ભારતનાં શિલ્પી અને સાચા સ્વતંત્રાનાં પ્રણેતા એવા લોહપુરૂષ, એવા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ એટલે કે સરદાર સાહેબનાં જ્ઞાનવંતા, ખમીરવંતા, જમીરવંતા, અમીરવંતા ભાઇઓ અને બહેનો ઉચ્ચ જીવનનાં આદર્શોમાં પ્રેરણા લઇ શકે અને યુવા પેઢી પોતાનું ઉજળું ભવિષ્ય બનાવી શકે તે સહિતનાં અનેક ઉદેશો સાથે સરદારધામની રચના થયેલ છે અને તેના સૌરાષ્ટ્ર ઝોનનાં કન્વીનર તરીકે શ્રી મહેન્દ્રભાઇ ફડદુની વરણી થયેલ છે ત્યારે સૌરાષ્ટ્રની તમામ પાટીદાર તથા અન્ય સંસ્થાઓને સાથે રાખીને શ્રી મહેન્દ્રભાઇ ફડદુની વરણી થયેલ છે ત્યારે સૌરાષ્ટ્રની તમામ પાટીદાર તથા અન્ય સંસ્થાઓને સાથે રાખીને શ્રી મહેન્દ્રભાઇ ફડદુને કામગીરી કરવાની જે ટીમ વર્ક છે તે હવે સાચા અર્થમાં સરદારધામને તેનો લાભ મળશે.

શ્રી ઉમીયા માતાજી મંદિર, સીદસરનાં ધ્વજારોહણ સમિતિનાં ચેરમેન તરીકે શ્રી મહેન્દ્રભાઇ ફડદુની મંદિરની વરણી કરવામાં આવેલ અને ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં આઠમાં નોરતે મા ઉમીયાની ધ્વજાનું પૂજન કરવામાં આવેલ અને સીદસર મંદિરે રોજ ત્રણ ધ્વજામાં ઉમીયાના શીખર ઉપર ચડાવવામાં આવશે તેવું આયોજન કરેલ. ભારત દેશ સહિત અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા, સ્વીટર્ઝલેન્ડ, આફ્રિકા સહિત ૧પ૦ જગ્યાઓ ઉપર મા ઉમિયા માતાજીની ધ્વજાજીનું પૂજન કરવામાં આવેલ. કલમ યુવી રાજકોટનાં નવરાત્રી મહોત્સવ-ર૦૧૯ નાં ગ્રાઉન્ડ ઉપર એકી સાથે ૪પ૧ ધ્વજાજીનું, ૪પ૧ પરિવારોએ પૂજન કરેલ. આમ ઉમીયા માતાજી મંદિર સીદસર ધ્વજાજીનું પૂજન વિશ્વ લેવલે કરાવીને મહેન્દ્રભાઇ ફડદુએ એક અનન્ય રેકોર્ડ સ્થાપેલ છે.

શ્રી મહેન્દ્રભાઇ ફડદુ શ્રી ઉમિયા ક્રેડીટ કો-ઓપ. સોસા. લી. રાજકોટના સ્થાપક એમડી છે અને તેમનાં ડીરેકટર તરીકેનું સુંદર માર્ગદર્શન સાથે આ સંસ્થામાં પાંચ હજારથી વિશેષ સભાસદો કાર્યરત છે, તાજેતરમાં શ્રી ઉમિયા માતાજી મંદિર, સીદસર સંચાલિત ગોવાણી કુમાર છાત્રાલયમાં  સેક્રેટરી તરીકે વરણી થયેલ છે તેમાં પ્રમુખ તરીકે અધિક કલેકટરશ્રી જયેશ પટેલ, ઉપપ્રમુખ જયદીપભાઇ ગોવાણી અને ખજાનચી તરીકે ફાલ્કન ગ્રુપના શ્રી જગદીશભાઇ કોટડીયાની વરણી થયેલ છે.

રાજકોટ શહેરનાં કાલાવડ રોડ અને અંબિકા ટાઉનશીપ એરીયામાં ભવ્યથી ભવ્ય બનેલ શ્રીનાથધામ હવેલી, રાજકોટની સંસ્થા (વીવાયઓ) શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, રાજકોટના પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રભાઇ ફડદુ ફરજ બજાવી રહ્યા છે. વૈષ્ણાવાચાર્ય પૂ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં સુંદર માર્ગદર્શન હેઠળ તેઓ રાજકોટમાં (વીવાયઓ)નું સુંદર કામ કરી રહેલ છે.

રાજકોટ જીલ્લામાં કાર્યરત ૩પ૦ થી વિશેષ ક્રેડીટ સોસાયટીઓનું ફેડરેશન એટલે કે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. ફેડરેશન સોસાયટી લી., રાજકોટનાં ચેરમેન તરીકે શરૂઆતથી જ સેવા આપી રહ્યા છે સાથે સાથે સહકારી ક્ષેત્રનાં એડવોકેટ હોવાથી વિશાળ સંખ્યામાં બેંકો, ક્રેડીટ સોસાયટીઓ, હાઉસીંગ સોસાયટીઓ, એપીએમસી, ખેતી વિષયક મંડળીઓ, દૂધ મંડળીઓ, સંઘો સહિતની સૌરાષ્ટ્રની મોટાભાગની સહકારી સંસ્થાઓના એડવોકેટ તરીકે કામગીરી કરી રહેલ છે. અને તાજેતરમાં કોર્ટની અંદર જજોની જગ્યાઓ નહી ભરાતા સમગ્ર ગુજરાતનાં સહકારી ક્ષેત્રનાં એડવોકેટોની હડતાલનું સફળ રીતે સંચાલન કરીને સૌરાષ્ટ્રમાં જજની ખાલી રહેલ જગ્યા ર૪ કલાકમાં સરકારશ્રીમાંથી નિમણુંક કરાવડાવી સહકારી સંસ્થાઓ અને સભાસદોને કાયદાકીય ન્યાય, ઝડપી અને સરળ મળે તેમાં જહેમત ઉઠાવેલ.

શ્રી મહેન્દ્રભાઇ ફડદુ શ્રી કલ્પતરૂ ક્રેડીટ સોસાયટી, શ્રી ઉમિયા ક્રેડીટ સોસાયટી, શ્રી કલ્પવૃક્ષ ક્રેડીટ સોસાયટી, શ્રી પટેલ સેવા સમાજ, રાજકોટ સહિતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે અને સેવા આપી રહ્યા છે.

શ્રી મહેન્દ્રભાઇનો આછેરો પરિચય જોઇએ તો મુળ ધોરાજી તાલુકના ઝાંઝમેર ગામનાં વતની છે, વ્યવસાય એડવોકેટ છે, તેમનો પુત્ર પ્રિયંકભાઇ તેમનો રીયલ એસ્ટેટનો વ્યવસાય સંભાળે છે, ત્રણ ભાઇઓ  છે, શ્રી રમેશભાઇ અને શ્રી શૈલેષભાઇ પણ વ્યવસાય સાથે સંકળાયેલા છે, પિતાશ્રી કેશુભાઇ નિવૃતી જીવન ગાળે છે અને આ બધી જ કામગીરીમાં તેમની પત્ની શ્રીમતી જોલીબેન ફડદુનો સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે અને એ જ મહેન્દ્રભાઇનું જમા પાસુ છે. શ્રી મહેન્દ્રભાઇ પાસે બધાને સાથે રાખી કામ કરવાની મા ઉમિયા, શ્રી દ્વારકાધીશ એ અપાર તાકાત આપેલ છે, સંગઠન, પ્લાનીંગ ટીમ વર્ક અને કોઇ કાર્ય હાથમાં લ્યે પૂર્ણ કરવાની તેમની સુઝબુઝ ખૂબ જ છે. તેમની પાસે સુંદર ટીમ વર્ક છે અને હંમેશા ટીમને જ સફળતાનો જશ આપવો તે તેમનો ધ્યેય છે.

(11:42 am IST)