Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાજકોટના સ્ટ્રકચરલ એન્જીનીયર સ્વ.રાજદેવ ગોસલિયાની ૨૩મી પુણ્યતિથીએ સ્મરણાંજલી અર્પણ

રાજકોટ, તા.૧૭: રાજકોટના તેજસ્વી અને યશસ્વી સ્ટ્રકચરલ એન્જિનિયર સ્વ. રાજદેવ ગોસલિયાની ૨૩મી પુણ્યતિથિએ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધીની તપોભૂમિ રાષ્ટ્રીયશાળા ખાતે 'સ્મરણાંજલિ'નું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર, ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને સ્વ. રાજદેવ ગોસલિયાના ભાઈ પિનાકી નાનકભાઈ મેદ્યાણી, ઐતિહાસિક સાબરમતી જેલના નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક પી. બી. સાપરા, આર્કીટેકટ કિશોરભાઈ ત્રિવેદી, શેઠ બિલ્ડર્સના ચેરમેન મુકેશભાઈ શેઠ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા અને જિતેન્દ્રભાઈ શુકલ, સહકારી અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, રાષ્ટ્રીયશાળાના નયનભાઈ પંચોળી, લોકગાયક નીલેશભાઈ પંડ્યા, સ્વ. રાજદેવ ગોસલિયા પરિવારના રૂપાબેન-ભરતભાઈ-ડો. મિતાલી મહેતા અને આશ્લેષા-આનંદભાઈ મોદી, ગોસલિયા પરિવારમાંથી જતીનભાઈ-યશોમતિબેન, વિપીનભાઈ, કોકિલાબેન, હર્ષદીપભાઈ-રાજેશ્રીબેન અને નિશિથભાઈ-વર્ષાબેન, ડો ગૌરવીબેન-ડો અનિમેષભાઈ ધ્રુવ, સ્વ. રાજદેવ ગોસલિયાના સ્નેહી મિત્રો અજિતભાઈ નંદાણી (માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત્। ડેપ્યુટી સેક્રેટરી), ઈલ્યાસભાઈ પાનવાલા (આર્કીટેકટ), કાંતિભાઈ પરમાર, નિતીનભાઈ ભટ્ટ, વિનયભાઈ ઉનડકટ અને પ્રશાંતભાઈ શેઠ, સમસ્ત મોઢ વણિક બ્રાહ્મણ સમાજના ગિરધરભાઈ ત્રિવેદી અને પંકજભાઈ દવે, જૈન અગ્રણી જતીનભાઈ દ્યીયા, ૧૯૮૮-૮૯ના 'ભારત જોડો' અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા (નેશનલ યુથ પ્રોજેકટ), વંદનાબેન ગોરસિયા-ધ્રુવ અને નયનાબેન પાઠક-જોષી, એનઆઈડીસી (દિલ્હી)ના નિવૃત્ત ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પી. ગોહિલ, નરેન્દ્રભાઈ વાદ્યેલા, વાલજીભાઈ પિત્રોડા અને પાંચાભાઈ બોળીયા ઉપસ્થિત રહ્યાં હતાં. જાણીતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)એ એક સ્વજન તરીકે લાગણીથી પ્રેરાઈને સ્વ. રાજદેવ ગોસલિયાને જૂના ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. નયન જોષી, રીના મારવાહ, ડો. મિતાલી મહેતાએ સાથ આપ્યો હતો.  કિશોરભાઈ ત્રિવેદી, મુકેશભાઈ શેઠ, અજિતભાઈ નંદાણી, ડો. મિતાલી મહેતા અને પિનાકી મેદ્યાણીએ સ્વ. રાજદેવભાઈ ગોસલિયા સાથેનાં લાગણીસભર સંભારણાં વાગોળ્યાં હતાં. પી. બી. સાપરા, તુષાર ત્રિવેદી, પિનાકી મેદ્યાણી અને રૂપાબેન મહેતાનું અભિવાદન પણ કરાયું હતું.      સમગ્ર કાર્યક્ર્મનું સંયોજન ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું હતું. 'સ્વરાંજલિ'કાર્યક્ર્મ માટે આર્થિક સહયોગ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનો પ્રાપ્ત થયો હતો. રાષ્ટ્રીયશાળા અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો સહકાર પણ મળ્યો હતો.સ્વ. રાજદેવ ગોસલિયા આપણી વચ્ચે સદેહે નથી પણ તેમનું પ્રેરણાદાયી જીવન અને કાર્યોની ફોરમ, મહેક આજે પણ અંકબંધ છે. એમની સ્મૃતિઓ જીવંત છે. રાજદેવ ગોસલિયા !  તમને અમે ભૂલી નહિ શકીએ !

 

આલેખનઃ  પિનાકી નાનકભાઈ મેદ્યાણી

 ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(9:59 am IST)