Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પરીક્ષાનું ટેન્શન કેમ હેન્ડલ કરવુ? : સી.એ.ના વિદ્યાર્થીઓને સંજય રાવલે આપી મહત્વની ટીપ્સ

સી.એ. સ્ટુડન્ટસ એસો. દ્વારા યોજાય ગયેલ મોટીવેશનલ સેમીનાર

રાજકોટ : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્ટ એસોસીએશન દ્વારા તાજેતરમાં મોટીવેશનલ સેમીનાર ગોઠવવામાં આવ્યો હતો. જાણીતા વકતા સંજય રાવલે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન ટેન્શન કેવી રીતે હેન્ડલ કરવુ તેના વિષે વાત કરી હતી. કુલ ૬૦૦ જેટલા સી.એ. વિદ્યાર્થીઓએ વકતવ્યનો લાભ લીધો હતો. સમગ્ર સેમીનારને સફળ બનાવવા સી.એ. સ્ટુડન્ટસ એસો.ના ચેરમેન ભાવિન મહેતા, વાઇસ ચેરમેન કૌશલ ભૂપ્તા, ટ્રેઝરર ક્રીતા ભીમાણી, સેક્રેટરી તબ્બસુમ ભારમલ, એક્ષ ઓફીસીઓ વિશાલ રાચ્છ, કમીટી મેમ્બર્સ ઉદય ચાવડા, વત્સલ કામદાર, માનસી લાઠીયા, નિધિ ગણાત્રા, શિવાની કણસાગરા, ભૂમી જોશી, ભાર્ગવ મકકર, ભાવિક અવ્લાની, નમ્રતા ભાતેલીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)