Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ વર્લ્ડ ફૂડ ડેના દિવસે ફૂડ કીટનું વિતરણ

 વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના હીઝહોલીનેશના ફરમાન મુજબ તા. ૧૬ ઓકટોબર વર્લ્ડ ફૂડ ડે ના દિવસે પ્રોજેકટ રાઇસ હેઠળ દાઉદી વ્હોરા સમાજની સ્કુલના બાળકો તેમજ જમાયતના આગેવાન દ્વારા વિશ્વભરમાં જરૂરીયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે જઇને અનાજની કીટ તથા જમવા પહોંચાડવામાં આવેલ હતું. સાથે જમણનો એક પણ દાણો વેસ્ટ ન કરવા દરેક ને જણાવ્યું હતું અને આ માટે સ્કુલના બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ નીકળેલ હતી. વિશ્વભરમાં જયાં જયાં દાઉદી વ્હોરા સમાજ વસે છે તે ગામે ગામ તા. ૧૬ ઓકટોબર વર્લ્ડ ફૂડ ડે ના દિવસે આયોજન કરવામાં આવેલ હતું. તેમ શેખ યુસુફભાઇ જોહેર કાર્ડસવાલાએ જણાવ્યું હતું.

(4:02 pm IST)