Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

૧૫૦ રીંગ રોડ પરથી બૂલેટની અને શાસ્ત્રી મેદાનમાંથી બાઇકની ચોરી

રાજકોટ તા. ૧૭: દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝારની સામેના ભાગેથી જીજે૩એફઆર-૭૦૦ નંબરનું બૂલેટ ત્રણ દિવસ પહેલા કોઇ ચોરી જતાં માલવીયાનગર પોલીસમાં જાણ કરવામાં આવી છે. તસ્વીરમાં દેખાતું બૂલેટ કોઇને જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. ફિરોઝભાઇ બાબવાણીને મો. ૯૮૯૩ ૦૨૬૧૨ ઉપર જાણ કરવા જણાવાયું છે.

બીજા બનાવમાં ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોક પાસે રહેતાં ચિરાગ વિનોદભાઇ રાખોલીયા (ઉ.૨૪)નું હોન્ડા સાઇન જીજે૧૬બીએસ-૮૭૪૧ રૂ. ૩૦ હજારનું કોઇ શાસ્ત્રી મેદાન બસ સ્ટશેન પાસેથી ચોરાઇ જતાં એ-ડિવીઝનના પીએસઆઇ જે.ડી. વસાવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)