Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગંજીવાડાની શોભના ડેકાણીને મરવા માટે મજબૂર કરનાર પતિ સહિત ત્રણની ધરપકડ

પતિ હેમત, જેક રસીક અને જેઠાણી જોશના ત્રાસ આપતા પરિણીતાએ ગળા ફાંસો ખાઇ લીધો'તો

રાજકોટ, તા. ૧૭ :  ગંજીવાડામાં રહેતી પરિણીતાને મરવા માટે મજબુર કરવાના ગુન્હામાં મહિલા પોલીસે પતિ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં. ૩૬માં રહેતી શોભના હેમંત ડેકાણી (ઉ.વ.ર૬) ને તેનો પતિ હેમત સવાભાઇ ડેકાણી, જેઠ રસીક સવાભાઇ ડેકાણી અને જેઠાણી જોશના રસીક ડેકાણી (રહે. ગંજીવાડા મુળ રામપરા તા. ગઢડા) અવારનવાર મેણાટોણા મારી શારીરિક-માનસીક ત્રાસ આપતા શોભનાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પરિણીતાના પિતા કાળુભાઇ ગોહેલે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પીએસઆઇ એન.એસ. સવનીયા સહિતે ગંજીવાડા શેરી નં. ૩૬માં રહેતા પતિ હેમત સવાભાઇ ડેકાણી જેઠ રસીક સવાભાઇ ડેકાણી અને જેઠાણી જોશના રસીક ડેકાણીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(4:00 pm IST)