Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નીચી નમીને નમસ્કાર કરૂ છુ, મારા ડુંગરવાળા દેવીને

છેલ્લા ૪૧ (એકતાલીસ) વર્ષથી આશાપુરા મેઇન રોડ , આશાપુરા ચોકમાં નવરાત્રીનું આયોજન થાય છે. જેમાં માતાજીનું રાસગરબાનાં ગુણગાન ગવાય છે. પ્રાચીન અવનવા રાસો તાલીરાસ, ડાંડીયારાસ, ઘડારાસ, દીવડારાસ આકર્ષક જમાવે છે. અને હજારો લોકો એવા ઉત્સાહ ગરબીમાં ૩ થી ૧૦ વર્ષની  ૧૫૭ બાળાઓ ભાગ લઇને રાસની રમઝટ બોલાવે છે. ગરબીમાં ગાયકવૃંદમાં જયોતિબેન ગાંઘી, સંગીતાબેન ગાંઘી, સેજલબેન ગાંધી, પુજાબેન ગાંધી, મહેશભાઇ વોરા, પીનાબેન વોરા, મુકેશભાઇ દેસાઇ, અતુલભાઇ કોઠારી સેવા આપે છે. તબલા વાદક ભરતભાઇ વૈષ્ણવ સાથ આપે છે. તસ્વીરમાં ગરબે ધુમતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃઅશોક બગથરીયા)

(3:58 pm IST)