Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આસોની ઉજળી રાત, સાહેલડી આવી નવરાત્રી, દિવ્ય દિન દૂધલી રાત.. સાહેલડી આવી નવરાત્રી...

રાજકોટ : આદ્યશકિતની આરાધનાનું  મહામંગલમય પર્વ આસો નવરાત્રી મધ્યાહને સમી સાંજ પડતા જ સમગ્ર માહોલ તેજોમય બની જાય છે. જગદંબા સ્વરૂપ નાની બાળાઓ દુહા - છંદ - સ્તુતિ - લોકગીત સંગ અવનવા સ્ટેપ ઉપર રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી મહાપર્વની ભવ્ય - દિવ્ય ઉજવણી કરે છે. શહેરના રણુજા વિસ્તારમાં ટેપના માધ્યમથી છેલ્લા ૧૫ વર્ષથી શ્રી ચામુંડા ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. ટેપના માધ્યમથી પ્રાચીન ગરબા દાંડીયા રાસ, તાલી રાસ, વાટકા રાસ, ઈંઢોણી રાસ, બેડા રાસ, ભુવા રાસ સહિતના  રાસ ભારે આકર્ષણના કેન્દ્ર બન્યા છે. શ્રી ચામુંડા ગરબી મંડળના ભવ્ય આયોજનને દિપાવવા મનીષાબેન ઝીબા, વજીબેન માલવીયા, વર્ષાબેન પાતાણી, લાભુબેન ચૌહાણ, મોનાબેન જાદવ સહિતના બહેનો ખૂબ મહેનત કરે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ અને આયોજક બહેનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:57 pm IST)